News of Friday, 4th July 2025
મહુવાના ખાર ઝાપા પાસે ડબલ મર્ડર : જમાઈએ ઘરે જઈને સાસુ અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા : જુઓ વિડીયો
ઘરકંકાસના કારણે જમાઈએ સાસુ સસરાની હત્યા કરી હોવાની ચર્ચા : મહુવા પોલીસે આરોપી જમાઈને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ભાવનગર જિલ્લાના મહુવાના ખાર ઝાંપા પાસે ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે ,
મળતી વિગત મુજબ ખાર ઝાંપા પાસે પતિ-પત્નીની હત્યા થઇ છે. જમાઈએ પોતાના સાસુ સસરાની હત્યા કરી હતી, સસરા રમેશભાઈ વિરાભાઈ ડોળાસીયા (ઉ વ ૪૫) અને સાસુ ભારતીબેન રમેશભાઈ ડોળાસીયા (ઉ વ ૪૦) ની હત્યા કરી હતી
જાણવા મળ્યા મુજબ પતિ પત્નીના ઝગડામાં જમાઈએ સાસુ સસરાની હત્યા કરી હોવાનું ચર્ચા છે,
ડબલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો છે ે
મહુવા પોલીસે આરોપી જમાઈને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
