તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 5th July 2025
મોરબીમાં C.A. અને C.S. ફાઉન્ડેશન પરીક્ષા પાસ કરનાર વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત.
છે પસંદ થયેલ CA ફાઉન્ડેશન પાસ કરેલ ૨૦ વિદ્યાર્થીઓ તેમજ CS ફાઉન્ડેશન પાસ કરેલ ૧૦ વિદ્યાર્થીઓને રૂ ૧૫ હજાર શિષ્યવૃત્તિ અપાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જીલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ પૈકી ૧ વર્ષનો અભ્યાસ કર્યો હોય અને ધોરણ ૧૨ માં વર્ષ ૨૦૨૫ માં ૭૫ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને કુટુંબની વાર્ષિક આવક ૫ લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસ સાથે C.A. અને C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા હોય તેમને પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યે મોરબી જીલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેથી ઉપરની શરતો મુજબના CA અને CS બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવી છે પસંદ થયેલ CA ફાઉન્ડેશન પાસ કરેલ ૨૦ વિદ્યાર્થીઓ તેમજ CS ફાઉન્ડેશન પાસ કરેલ ૧૦ વિદ્યાર્થીઓને રૂ ૧૫ હજાર શિષ્યવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે
ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૩૧-૦૮-૨૦૨૫ પહેલા રૂમ નં ૧૪૬, શિક્ષણ શાખા, પ્રથમ માળે, જીલ્લા પંચાયત મોરબી, શોભેશ્વર રોડ ખાતે અરજી જમા કરાવવાની રહેશે
અરજી ફોર્મ મેળવવા નીચે આપેલ PDF ડાઉનલોડ કરો
JILLA PANCHAYAT SCHOLARSHIP FORM
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
