તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th July 2025
મોરબીના પીપળી રોડ પર સેનેટરી ફેકટરીમાં કિલન બ્લાસ્ટ, સદનસીબે કોઈ જાનહાની નહિ
કિલન બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં તેમજ ફેકટરીના સ્ટ્રકચરને નુકશાન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં પીપળી રોડ પર સેનેટરી કારખાનામાં કિલન બ્લાસ્ટ થયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ કિલન બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ નહિ.
મોરબીના પીપળી રોડ પરની વોટેરો સેનેટરી ફેકટરીમાં ગઈકાલે કિલન બ્લાસ્ટની ઘટના બની હતી ફેકટરીમાં નવી કિલન બેસાડવામાં આવી હતી અને કોઈ કારણોસર ઓચિંતો બ્લાસ્ટ થયો હતો કિલન બ્લાસ્ટ થતા પ્લાન્ટમાં તેમજ ફેકટરીના સ્ટ્રકચરને નુકશાની થવા પામી હતી બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
