<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

સાવરકુંડલાના વીજપડી ગામમાં ૪ હિન્‍દુ યુવકો દ્વારા બનેલા કલાત્‍મક તાજીયાઃ માનવતા સાથે કોમી એકતાનો અનોખો સંદેશ

 

(ઈકબાલ ગોરી) સાવરકુંડલાઃ સાવરકુંડલાના વીજપડી ગામના હિન્‍દુ યુવાનો છેલ્લા ૬ વર્ષથી કલાત્‍મક તાજીયા બનાવવામાં સહભાગી બને છે તાજીયા ની કલાત્‍મક કોતરકામ, નક્‍શીકામ, પુઠાઓ ચડાવવા, રંગેબેરંગી કાગળોથી આંખોને નયનરમ્‍ય લાગે તેવા સુંદર તાજીયા હિન્‍દુ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવે છે દિવસે પોતાનું કામ પૂર્ણ કરીને રાત્રિના આ હિન્‍દુ યુવાનો આ તાજીયા તૈયાર કરવા મુસ્‍લિમ ધર્મગુરુના નિવાસસ્‍થાને આવે છે ને અડધી રાત સુધી તાજીયા બનાવવામાં મહેનત કરીને એક બેનમૂન તાજીયા તૈયાર કર્યા છે જેમાં રંગેબેરંગી કલર સાથે એલ.ઈ.ડી. લાઈટો જગમગારા મારતા રાત્રિના તાજીયા  આજે વીજપડી ગામમાં માતમમાં આવશે ત્‍યારે દીદાર દર્શન માટે હિન્‍દુ મુસ્‍લિમો ઉમટશે ત્‍યારે એ તાજીયા તૈયાર કરનાર હિન્‍દુ યુવકે ધર્મની આડમાં  થતા પાખંડ સામે મુઠ્ઠી ઊંચેરો માનવી સાબિત થઈને કોમી એકતા ને ભાઈચારાની ભાવના એજ દરેક ધર્મની ભાવનાઓ હોવાનું તાજીયા બનાવનાર હિન્‍દુ કારીગર નલીન રાઠોડે જણાવ્‍યું હતુ જ્‍યારે આ કલાત્‍મક તાજીયા તૈયાર કરવામાં ૩ મહિના જેવો સમય વીતે ત્‍યારે આવા આકર્ષિત તાજીયા તૈયાર થાય છે જ્‍યારે મુસ્‍લિમ ધર્મગુરુ સલીમબાપૂ કાદરી છેલ્લા ૯ વર્ષથી વીજપડી ગામમાં આવ્‍યા ત્‍યારથી તાજીયા તૈયાર કરે છે આ તાજીયા બનાવવામાં વીજપડીના હિંદુ સમાજના નલીન રાઠોડ, શૈલેષ રાઠોડ, પ્રવિણભાઈ મિષાી અને રાજુભાઈ બાબર દ્વારા તાજીયા બનાવવા આવે છે. તાજીયામાં હિન્‍દુ સમાજના યુવાનો સાથે સહભાગી થઈને એકતાની મિસાલ કાયમ કરે છે તેવું મુસ્‍લિમ ધર્મગુરુ સલીમબાપુ કાદરીએ જણાવ્‍યું હતું ત્‍યારે આજના આ કળિયુગમાં જ્ઞાતિવાદના અજગર ભરડા વચ્‍ચે પણ માનવતા અને કોમી એકતાની ઉમદા મિસાલ વિજપડી ગામે કાયમ કરી છે.

(11:24 AM IST)