<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મોરબી કલેકટર કચેરીમાં સાંસદ ઝાલાનો જનસંપર્ક કાર્યાલય

 

મોરબી, તા. ૫: રાજ્‍યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના જનસંપર્ક કાર્યાલયનો કલેકટર કચેરીના પહેલા માળ પર રૂમ નંબર ૧૦૪ માં ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું.

ઉદ્ધાટન પ્રસંગે રાજ્‍યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું કે, મોરબી શહેર અને જિલ્લા કક્ષાના સુખાકારીના અને જનકલ્‍યાણના મુદ્દાઓને વાચા આપવા માટે આ જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્‍યું છે. દર સોમવારે હું પોતે આ કાર્યાલય ખાતે લોકોને મળીશ અને તેમના જે કંઈ પ્રશ્નો હશે તેને સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્‍નો કરીશ.

(11:26 AM IST)