<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે હાઈવે પર બેરીકેડ લગાવવા રજૂઆત

દરરોજ થતા અકસ્‍માત રોકવા બેરીકેડ લગાવવા યુવા અગ્રણી કુલદિપસિંહ જાડેજાની માંગણી

ગોંડલ, તા.૫: ગોંડલના યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજા એ શહેર પોલીસ બી ડિવિઝનના પીઆઇને રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે ગોંડલ યાર્ડ એશિયાનું પ્રથમ યાર્ડ ગણાય છે કે જ્‍યાં દરરોજ હજારો ખેડૂતો પોતાનો માલ સામાન લઈને આવતા હોય છે. નવા યાર્ડ પાછળ ૧૫ થી વધારે સોસાયટીઓ આવેલ છે ત્‍યારે શહેરમાં આવવા માટેનો રસ્‍તો યાર્ડ સામેથી નૅશનલ હાઈવે ક્રોસ કરીને હોય છે. યાર્ડ સામે આવેલ નેશનલ હાઈવે પર અત્‍યાર સુધીમાં અસંખ્‍ય અકસ્‍માતો થયેલ છે અને જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો છે. દરરોજ અનેક અકસ્‍માતોની વણઝાર જોવા મળે છે તેમજ ટ્રાફીક ની પણ સમસ્‍યા થતી હોય આ બાબતે ગંભીરતા લઈને નેશનલ હાઇવે પર બેરીકેડ લગાવવામાં આવે તો અકસ્‍માત નિવારી શકાય જે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. (ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:36 AM IST)