News of Saturday, 5th July 2025
ચોટીલા થાન મૂળી વિસ્તારનાં PGVCL ની હાલાકી દૂર કરવા યોજાયેલ બેઠકમાં ફરિયાદોનો ધોધ
MLA સાથે એ.સી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત ૧૫ દિવસમાં ઉકેલની ખાત્રી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૫: ચોમાસાની શરૂઆત માં જ ચોટીલા વિધાનસભા વિસ્તારમાં વિજ સમસ્યાઓના પારાવાર મુશ્કેલીઓ ઉદભવી હતી અને વ્યાપક ફરિયાદો વછુટતા ચોટીલા ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ તેમજ જિલ્લા પીજીવીસીએલ ના એસી, ત્રણ તાલુકાનાં ડે. એન્જીનીયર સહિતનાં અધિકારીઓ અને વિસ્તારનાં ચોટીલા થાનગઢ મૂળી તાલુકાનાં ચૂટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચોમાસા દરમ્યાન ખેતિવાડી અને ત્રણ તાલુકાનાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્જાયેલ વિજ સમસ્યાઓને કારણે ખેડૂતો અને લોકોને પડતી હાલાકી અને મુશ્કેલીઓ અંગે વાકેફ કરી જેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે તાકિદ કરવામાં આવેલ હતા અધિકારીઓ દ્વારા દિવસ ૧૫ મા ટીમો બનાવી નિરાકરણ લાવવાની ખાત્રી આપવામાં આવેલ હતી.
જિલ્લાના એસી દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓને ફોલ્ટ રજીસ્ટર સાથે મેઇન્ટેનન્સ રજીસ્ટર કડક રીતે ફોલ્ટ હલ કરવા જનાર ટીમ પાસેથી લોકેશન, પોલ નંબર અને ગ્રાહકનું નામ સહિતની વિગતો લેવાનું અને રજીસ્ટર નોંધ નિભાવવાની કડક સુચના આપી હતી
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
