<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

પોરબંદર સાંદીપનિમાં પૂ.રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં ગુરૂપુર્ણિમા મહોત્‍સવ

પૂ.‘ભાઇશ્રી'ના હસ્‍તે ગુરૂ ગૌરવ એવોર્ડ અર્પણ કરાશે : ૨ દિવસીય કાર્યક્રમનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૫: સાંદીપનિમાં ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્‍યાએ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે. પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્‍ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્‍યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્‍ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્‍વતોનું મુખ્‍ય ત્રણ એવોર્ડ દ્વારા, બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્‍માન દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક  શાળામાં શિક્ષણમાં નૂતન પ્રકાલ્‍પોથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ પૂજ્‍ય ભાઈશ્રીનના સાન્નિધ્‍યમાં તા.૦૮-૦૭-૨૦૨૫ થી ૦૯-૦૭-૨૦૨૫ એમ બંને દિવસોમાં અનુક્રમે શૈક્ષણિક ?વળત્તિઓની ?દર્શની, શૈક્ષણિક સંવાદ તેમજ  ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે. એ પછીના દિવસે તા.૧૦-૦૭-૨૫ના રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્‍સવ સંપન્ન થશે.

એવોર્ડ સમારોહ 

ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ અંતર્ગત તા.૦૮-૦૭-૨૫, મંગળવારના રોજ સવારે ૧૧ થી બપોર પછી ૩:૩૦ સુધી સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રી બાબડેશ્વર સંસ્‍કળત મહાવિદ્યાલયમાં ભાવપૂજન માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવળતિઓની પ્રદર્શની યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦માં બાલવાટિકા અને ધો.૧ અને ૨માં પ્રવળત્તિ દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું છે.

તા.૦૯-૦૭-૨૫, બુધવારના રોજ સવારના સત્રમાં ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્‍યાન પૂજ્‍ય ભાઈશ્રીના સાન્નિધ્‍યમાં મુખ્‍ય ત્રણ એવોર્ડી મહાનુભાવ તથા જેઓને વિશિષ્ટ સન્‍માન પ્રાપ્ત થવાનું છે તેઓ પોતાના જીવનના શૈક્ષણિકક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્‍યક્‍ત કરશે. સત્રના અંતમાં પૂજ્‍ય ભાઈશ્રી આશીર્વચન પાઠવશે.. બપોર પછીના સત્રમાં ૪:૦૦ થી ૬:૩૦ દરમ્‍યાન પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે. જેમાં ગુજરાત રાજ્‍યના વિધાનસભાના માનનીય અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ  ઉપસ્‍થિતિ રહેશે.

ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષ ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે મુખ્‍ય ત્રણ એવોર્ડ સિવાય અન્‍ય બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્‍માનથી ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષેના મહાનુભાવોમાં શ્રીભગુભાઈ નાગરજી દરજી મુ.અજરાઇ, તા.ગણદેવી, જી. નવસારીને લાઈફટાઇમ એચીવમેન્‍ટ અવોર્ડથી, શ્રી મહેન્‍દ્રસિંહ પરમાર- ભાવનગરને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તથા મૈત્રી વિદ્યાપીઠ-સુરેન્‍દ્રનગરનું ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે.  આ સિવાય આ વર્ષે સંસ્‍કળત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાષાી શ્રી ચંદ્રકાંત કપિલાશંકર ભટ્ટનું તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા શ્રી હિરેનભાઈ ભટ્ટનું પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા વિશેષ સન્‍માન કરવામાં આવશે.

આ સાથેજ સરકારી પ્રાથમિક શાળામાં નિમ્‍ન પ્રાથમિક વિભાગમાં નવીશિક્ષણનીતિ અનુસાર નવી પ્રવળત્તિઓ દ્વારા ઉત્તમ શિક્ષણ આપનારા ગુજરાતના તમામ જીલ્લામાંથી એક શિક્ષક એમ ૩૪ જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્‍ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવશે.

આ બંને દિવસના કાર્યક્રમનો લ્‍હાવો લેવા માટે આપ સૌને સાંદીપનિ વિદ્યાનિકેતન નિમંત્રણ પાઠવે છે. આ બંને દિવસનો કાર્યક્રમ sandipani.tv યુ ટયુબ ચેનલના માધ્‍યમથી લાઈવ કરવામાં આવશે. 

ગુરુપૂર્ણિમા ઉત્‍સવ

તા. ૧૦-૦૭-૨૫, ગુરુવારે ગુરુપૂર્ણિમા વ્‍યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ સંપન્ન થશે. જેમાં શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્‍વજારોહણ સંપન્ન થશે. ત્‍યાર બાદ પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા વિધિવત વ્‍યાસપૂજન કરવામાં આવશે અને એ સાથે પૂજ્‍ય ભાઈશ્રી અને ઉપસ્‍થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ સંપન્ન થશે. ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ગુરુસદુપદેશ પ્રવચન આપવામાં આવશે અને પ્રવચન બાદ ગુરુપૂર્ણિમાના મુખ્‍ય યજમાન, દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા સદ્ગુરુપૂજન સંપન્ન થશે.

ગુરુપૂર્ણિમા મહોત્‍સવના ઉપલક્ષ્યમાં યોજાનારા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમનો લ્‍હાવો લેવા માટે આપ સૌ ભાવિકજનોને સાંદીપનિ સંસ્‍થા દ્વારા હાર્દિક નિમંત્રણ છે.

(11:41 AM IST)