<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ચોટીલા PI આઈ.બી.વલવી અને પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડઃ પોલીસ બેડામાં ખળભળાટ

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતોઃ SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા મોટું પગલું

(હેમલ શાહ-ફઝલ ચોહાણ દ્વારા) ચોટીલા-વઢવાણ,તા.૦૫: સુરેન્દ્રનગરના ચોટીલામાં એક પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભ્ત્ આઈ.બી.વલવી સહિત ૫ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતો. ચોટીલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયાં હતાં. દારૂબંધી અંગે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે ફરજમાં બેદરકારી દેખાઈ આવતાં ચોટીલાના પોલીસ કર્મચારીઓ સામે એકશન લેવામાં આવ્યાં છે

SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા પીઆઈ આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે,યુએચસી છગનભાઈ માયાભાઈ ગમારા, એપીસી હિતેશભાઈ ગોરધનભાઈ, યુપીસી ભરતભાઇ રણુભાઇ, યુપીસી રવિરાજ મેરૂભાઇ ખાચર અને યુપીસી હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પંથકમાં દારૂનાં બુટલેગરો કોઇ કારણોસર બે લગામ બન્યા હોય તેમ વારંવાર પકડાતા મોટા જથ્થા ઉપરથી ફલિત થાય છે ત્યારે એસએમસી ની ટીમે ચોક્કસ હકીકતના આધારે રાજકોટ હાઇવે ઉપર ખેરડી ગામની સીમમાં આવેલ નાગરાજ હોટલની પાછળ વાડી વીસ્તારમાં જતા કાચા રસ્તે પડતર જગ્યા ઉપર દરોડો પાડતા નાસભાગ મચેલ હતી અને અંધારામાં આરોપી દીલીપભાઇ ઉર્ફે દીલો બાવકુભાઇ ધાંધલ રે. નાની મોલડી તથા તેના મળતીયાઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

આરોપી દિલીપભાઇ દ્વારા બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ખેરડી ગામની સીમમાં માણસો રાખી દારૂનું કટીંગ કરાવવા સારૂ લઈ આવી દારૂનુ કટીંગ કરાવી, અલગ અલગ ઇંગ્લીશ દારૂના ધંધાર્થીઓને દારૂ પહોંચાડવા ઇંગ્લીશ દારૂના ચાલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૫૯૬ રૂ. ૧,૧૯,૧૦,૦૦૦ તેમજ એક બોલેરો પીક અપ મળી કુલ રૂ. ૧,૨૬,૧૦,૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

ઇંગ્લીશ દારૂનું વેચાણ રાજયમાં પ્રતિબંધિત હોવા છતા વેચાણનું કાવતરૂ રચી, પ્રતિબંધીતની વેચાણ પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખનાર મુખ્ય બુટલેગર અને તેના મળતિયાઓ તેમજ દારૂ કટીંગ માટે  બોલેરો આપનાર માલિક અને ચાલક, જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ, જથ્થો એક બીજા વાહનમાં હેરફેર કરનાર અજાણ્યા નાસી જનાર પાંચ થી સાત મજુરો સહિતના વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે બીજા રાજ્ય માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી એકબીજાની મદદગારી કરી સંગઠીત થઇ કાવતરુ રચવા અંગે ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરાવી પકડાયેલ મુદ્દામાલ જમા કરાવેલ  હતો.

નેટવર્ક ચલાવનાર બુટલેગર સામે પ્રોહીબીશનનાં અનેક ગુના

ક્રાઇમ રેકોર્ડ પ્રમાણે રેઇડ દરમ્યાન નહીં પકડાયેલ નાની મોલડીના બુટલેગર મુખ્ય આરોપી દિલીપભાઈ ધાધલ સામે અગાઉ ચોટીલા પોલીસમાં ૨૦૧૬ / ૨૦૨૦ સુધીમા ચાર ગુના તેમજ થોડા સમય પહેલા સાયલા અને કુવાડવા પોલીસ મથકમાં નોંધાયેલા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

(12:16 PM IST)