તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 5th July 2025
દ્વારકા પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૪માં ૫૧ અને વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૨૨ ફેક વેબસાઇટ અને ગુગલ જાહેરાત પ્રતિબંધિત કરાઇ
ફેક હોટલ બુકીંગના નામે થતા ફ્રોડ અટકાવવા પ્રો-એકટીવ કામગીરી

દ્વારકાઃ દ્વારકા જીલ્લો ભારતમાં એક આગવુ સ્થાન ધરાવે છે. ભારતવર્ષમાથી મોટા પ્રમાણમા દર્શનાર્થીઓ દ્વારકા દર્શન કરવા આવે છે. આવનાર દર્શનાર્થીઓ રોકાણ માટે દ્વારકાની આવેલ હોટલોમાં એડવાન્સ ઓનલાઇન બુકીંગ કરે છે. જેનો લાભ લઈ આંતરરાજ્ય ઠગ ટોળકી મોટા પ્રમાણમાં નાણાકીય છેતરપિંડી કરતા હોય છે. તાજેતરમાં દ્વારકા જીલ્લામાં ફેક બૂકીંગ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, રોકાણ ફ્રોડ, ન્યુડ વિડીયો કોલીંગ (સેકસટોર્શન) ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, શોપીંગ ફ્રોડ, ગુગલ સર્ચ કસ્ટમર કેર ફ્રોડ, વોલેટ ફ્રોડ, OTP ફ્રોડ, ફેક આઇડેન્ટીટી ફ્રોડ, ગીફ્ટ ફ્રોડ, ફુરીયર ફ્રોડ, OLX આર્મીમેન ફ્રોડ તેમજ સોશીયલ મીડીય લગત વિગેરે જેવા સાયબર ક્રાઇમના ગુન્હાઓ બને છે, જે તમામ ગુન્હાઓ પોલીસ અધિક્ષકશ્રી, નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી. પી. માનસેતા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અત્રેના જીલ્લા તેમજ પ્રવાસન/ધાર્મિક સ્થળ દ્વારકામાં આવેલ, તમામ હોટલનુ લીસ્ટ તૈયાર કરવામાં આવેલ,
જે લીસ્ટ પ્રમાણે હોટલની ઓફીશીયલ વેબસાઇટ, પ્રોફાઇલ, મોબાઇલ નંબર અને સંપર્ક મેઇલ આઇડી એકત્ર કરી, દરરોજ તમામ હોટલના નામ ઓનલાઇન પ્લેટફોર્મ ગુગલ સર્ચ તેમજ ગુગલ બિઝનેશ પ્રોફાઇલ પર સર્ચ કરવામાં આવે છે. તેમજ જો ગુગલ સર્ચ કે અન્ય કોઇ પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઇલ/વેબસાઇટ કે ગુગલ એડસ જોવામાં આવે તો તાત્કાલીક કાર્યવાહી કરી, ફેક વેબસાઇટ/ડોમેઇન/પ્રોફાઇલ/ગુગલ એડસ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી હટાવી, આવા ફેક પ્રોફાઇલ બનાવવનારને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
ગુગલ સર્ચની કાર્યવાહી રૂટીન મુજબ થતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દ્વારકા તેમજ આસપાસના વિસ્તારમાં વેકેશન તેમજ તહેવારના માહોલ વચ્ચે ફરવા આવનાર લોકો રોકાણ માટે હોટેલમાં ઓનલાઈન રૂમ બુક કરે, ત્યારે સાયબર ફ્રોડનો ભોગ ના બને તે માટે સાયબર ક્રાઈમ પોલીસ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઈન્ટરનેટ પર ચાલતી નકલી વેબસાઈટોને શોધી, તે બનાવટી વેબસાઇટો/ગુગલ એડને બ્લોક/પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેમાં સાયબર ક્રાઇમ દ્વારા વર્ષ ૨૦૨૪માં કુલ ૫૧ સાઇટ અને વર્ષ ૨૦૨૫ના આજ દિન સુધીમાં ૨૨ નકલી/ફેક વેબસાઇટ તેમજ ગૂગલ એડ બ્લોક પ્રતિબંધિત કરવામાં આવેલ છે, યાત્રાધામ દ્વારકા ખાતેનો લોકોને વિશ્વાસ જળવાઈ રહે અને સાયબર ફ્રોડનો ભોગ ન બને, તે મુજબની કામગીરી કરેલ છે. તેવી રીતે સાયબર ક્રાઇમ દ્વારા પ્રો-એકટીવની કામગીરી કરવામાં આવેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
