News of Saturday, 5th July 2025
ભાયાવદરના વેપારી સાથે ર.૧પ લાખની ઠગાઇ
જયસુખ ઉર્ફે રસીક પટેલ રે. રાજકોટએ ખોટુ નામ આપી ર.૧પ લાખના પાપડ ઉધારમાં ખરીદી રૂપિયા ન આપ્યા

રાજકોટ તા. પઃ ભાયાવદરના વેપારી સાથે ખોટું નામ આપી ર.૧પ લાખની છેતરપીંડી થતાં પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ ભાયાવદર સીનેમા રોડ ઉપર રહેતા વેપારી હાર્દીકભાઇ રમેશભાઇ જાવીયાએ આરોપી જયસુખ ઉર્ફે રસીકભાઇ પટેલ રાજ એન્ટરપ્રાઇઝ મવડી ચોકડી, રાજકોટ સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ રાજ એન્ટરપ્રાઇઝ મવડી ચોકડી રાજકોટનું ખોટું નામ આપી ફરીયાદી પાસેથી કટકે કટકે પાપડ કુલ રકમ રૂ. ર,૧પ,ર૯પ/-નો માલ ઉધારમાં લઇ ગયેલ ત્યારબાદ ફરીયાદીની હિસાબે થતી રકમ આપી દેવાનું વચન અને ખાતરી આપેલ ત્યારબાદ ફરી અવાર નવાર ઉઘરાણી કરતાં ગલ્લા તલ્લા કરી ફરીયાદીની બાકી લેણી રકમ આપતા ન હોય અને ફોન પર ફરીને ધમકી આપી પોતાનો મોબાઇલ બંધ કરી ફરીયાદી સાથે આરોપીએ કિં. રૂ. ર,૧પ,ર૯પ/-નો પાપડનો માલ લઇ છેતરપીંડી કરી ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે ભાયાવદર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
