<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ગોંડલના મોવીયા ગામે વિજચોરી અંગે વિનોદ રાણપરીયા સામે પોલીસમાં ફરીયાદ

દોલતપર જયોતિગ્રામ ફિડરમાં વાયરનું લંગરીયું નાંખી વાડીમાં ખેતીવાડી વિજ કનેકશન સાથે જોડાણ કરી વિજચોરી કરી'તી

રાજકોટ, તા., પઃ ગોંડલના મોવીયા ગામના શખ્સ સામે વિજચોરી અંગે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ જીઇબી પેટા વિભાગ-૧ના નાયબ ઇજનેર સંદીપકુમાર હીરાણીએ મોવીયાના વિનોદ ભગવાનભાઇ રાણપરીયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ વીજ પાવર અન્ય વીજ ફીડરમાં જશે તો કોઇ માણસનું મૃત્યુ થઇ શકશે તેવું પોતે જાણવા છતા પોતે દોલતપર જયોતિગ્રામ ફીડરમાંથી વાયરનું લંગરીયુ નાખી કુંડલા ખેતીવાડી ફીડરમાંથી ગે.કા. વિજ પાવર મેળવી પોતાના ખેતીવાડી વીજ કનેકશન સાથે જોડાણ કરી જયોતિગ્રામ ફીડરનો ગેરકાયદેસર રીતે કુંડલા ખેતીવાડી ફીડરમાં લઇ જઇ વિજચોરી કરી હતી.

આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે મોવીયાના ઉકત શખ્સ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (

(12:38 PM IST)