<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદીના આદેશથી સ્લમ શાખા દ્વારા હરરાજી : 70 થી વધુ લોકોએ ભાગ લીધો : જેએમસીને રૂ.6.25 કરોડની આવક બે માસ મા થશે

બેડી આવાસ મા 3 એમ.પી.શાહ ઉધોગનગર આવાસ મા 1 અને ગોલ્ડન સીટી પાસે ના 544 આવાસ મા GF મા 23 અને FF માં 17 એમ કુલ 44 દુકાનો ની જાહેર હરરાજીથી વેચાણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : તા-4/7/25 ના રોજ સવાર  ના નવ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા  સુધી દુકાનોની જાહેર  હરરાજી  જામનગર મહાનગર પાલિકાના  કમિશનર   ડી. એન. મોદીના આદેશ  અનુસાર હરરાજી  સ્લમ  શાખા દ્વારા  કરવામા આવી.

         જેમા  70 થી વધુ લોકોએ  ભાગ લીધો અને બેડી આવાસ  મા 3 એમ.પી.શાહ  ઉધોગનગર આવાસ  મા 1 અને ગોલ્ડન  સીટી પાસે ના 544 આવાસ  મા GF  મા 23 અને FF માં 17 એમ કુલ  44 દુકાનો ની જાહેર  હરરાજી થી વેચાણ  થયેલ છે જેથી  જેએમસી ને    રૂ 6 કરોડ 25 લાખ 28 હજારની આવક બે માસ મા થશે.

         આ જાહેર  હરરાજીમા  નાયબ કમિશનર ડી. એ. ઝાલા , આસી.કમિશનર બી.એન .જાની, કા.ઈ. હિતેશભાઈ પાઠક ઉપસ્થિત  રહેલ  સમગ્ર  જાહેર  હરરાજી નું આયોજન  અને સંચાલન  સ્લમ શાખા ના નાયબ ઈજનેર અશોક  જોશી અને ટીમ  દ્વારા  કરવામા આવેલ   આ જાહેર  હરરાજી દરમિયાન  સ્લમ  અપગ્રેડેશન સમિતિ ના ચેરમેન જયેનદરસિહ  ઝાલા અને ટેન્ડર  સમિતિ વતી મ્યુનિ.સભ્ય કિશનભાઈ  માડમે પણ મુલાકાત  લઈ  ને સ્લમ ટીમ નો ઉત્સાહ  વધારેલ  છે.

વધુ મા જણાવવાનું કે બાકી રહેલ દુકાનોની જાહેર  હરરાજી  પણ ટુંક  સમય મા કરવામા આવશે.

(1:19 PM IST)