News of Saturday, 5th July 2025
જૂનાગઢમાં "યા હુસેન" ના નારા સાથે તાજીયા પડમાં આવશે : કાલે આસુરા,દફનવિધિ : મહોરમ ના શહીદ પર્વ અંતિમ ચરણમાં, ઠેર ઠેર સબીલ, સમૂહ પ્રસાદ, વાઇઝની ભરમાર
કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમના તહેવારો અંતિમ ચરણમાં : રાણપુરમાં પણ જૂનાગઢની જેમ જ રાત્રે દફનવિધિ ઝુલુસની પરંપરા આજે પણ યથાવત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ : કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમના તહેવારો અંતિમ ચરણમાં ચાલી રહ્યા છે આજે મોહરમની નવ તારીખે પરંપરાગત રીતે જૂનાગઢમાં નવાબના સમયની ચાંદીની સેજ માતમમાં આવશે , સેજ ના ઓટા પાસે કાદરી મંઝિલ ખાતેથી પીરજાદા પરિવાર તરફથી બપોરે સેજ માતમમાં આવશે સેજ માતમ માં આવ્યા પછી શહેરના ૧૫૦ થી વધુ તાજીયા પડ આવશે
કરબલાના શહીદો ની યાદ માં નવ અને દશ મોહરમ એટલે કે તારીખ. ૫ અને ૬જુલાઈના રોજ ગમે હુસેનના અંતિમ બે દિવસો દરમ્યાન આજે તાજીયા માતમમાં આવશે, અને આવતીકાલે આસુરા એટલે કે મોહરમની ૧૦મી તારીખે આજે પડમાં બેઠેલા સેજ અને તાજીયા ને કરબલા ખાતેદફનવિધિ માટે લઈ જવામાં આવશે.
મોહરમના તહેવારોમાં ખાસ કરીને કલાત્મક તાજીયા માતમમાં લાવવા માટે રાજકોટ ઉપરાંત જામનગર ધોરાજી અને જૂનાગઢમાં અનેકવિધ કલાત્મક તાજીયા માતમ આવે છે. જુનાગઢ ઉપરાંત રાણપુરમાં પણ સૈયદ પરિવાર તરફથી તાજીયા શરીફ ની સાથે સેજ માતમ માં આવે છે રાણપુરમાં પણ જૂનાગઢની જેમ જ રાત્રે દફનવિધિ જુલુસ ની પરંપરા આજે પણ યથાવત રહી છે
જૂનાગઢમાં દાતાર ના તાજીયા ને ગાદીનો તાજો કહેવામાં આવે છે નવા પરિવાર તરફથી અપાયેલા આ તાજીયા ને રાજના તાજીયા શરીફ કહે છે દાતારના તાજીયા શરીફની પરમિટ નંબર એક છે અને તે જુનાગઢ જિલ્લા કલેકટર ના નામે હોય છે, દાતાર ના તાજીયા ને જુલુસના રૂપમાં દિવાનચોકના ગોલ ઓટા પર બેસાડવામાં આવે છે દશમીમી તારીખે સેજની પાછળ દફનવિધિ માટે લઈ જવાય છે.. દાતારના રાજના તાજીયા શરીફ નું કાલવાચોકમાં ગોદલ અખાડાના મહંત દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવે છે અને જુના નાગર રોડ ઉપર નાગર પરિવારના ડેલીએ ડેલીએ તાજીયા શરીફ પર માનતા ઉતારવામાં આવે છે આ પરંપરા વર્ષોથી જળવાયેલી છે જુનાગઢમાં મોહરમ શરીફ ના અંતિમ દિવસોમાં કોમી એકલાસના વાતાવરણમાં ઠેર ઠેર સબીલ, ન્યાઝ સમૂહ પ્રસાદમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એક થઈને પ્રસાદનો લાભ લઈ રહ્યા છે, મોહરમ મા સામાજિક એકતા અને સર્વ ધર્મ બંધુતાના ભાવ ને ધ્યાને લઈ સર્વ વર્ગ લઈ શકે તેવા શુદ્ધ શાકાહારી પ્રસાદનું આયોજન કરવાની પણ એક વિશિષ્ટ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.
મોહરમ ના આ તહેવારો નો મુખ્ય સંદેશ માં અસત્ય સામે જરા પણ ડગ્યા વિના શામનો કરવા ની શીખ સમગ્ર માનવ જાત માટે આદર્શ બની રહી છે કરબલાના શહીદ હજરત ઈમામ હુસેન અને તેમના ૭૨સાથીદારોએ જુલમ અને અસત્ય સામે ઝુક્યા વગર શહીદી વોહરીને સમગ્ર માનવ જાતને દુરાચાર, અને કુ સંસ્કારો માં હોમાઈ જતાં ઉગારી લીધા છે.. આ કારણે મોહરમના તહેવારો માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં બિન મુસ્લિમ સમાજના લોકો પણ પોતિકા તહેવાર તરીકે મનાવે છે. વિશ્વના અંત સુધી જ્યારે જ્યારે પડકારો સામનો કરવાનો સમય આવશે ત્યારે દરેક યુગમાં માનવ જાત માટે ઈમામ હુસૈનને આપેલી કુરબાની પ્રેરણા બનશે અને આથી જ. એક શાયરે કહ્યું છે કે. ઇન્સાન કો બેદાર તો હો લેને દો, હર કોમ પુકારેગી હમારે હે હુસેન.. એટલે કે જ્યારે જ્યારે કોઈપણ માનવી મુશ્કેલીમાંથી પસાર થશે અને સત્ય માટે પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં આવશે ત્યારે તેને ઇમામ હુસૈન પોતાના લાગશે.
જૂનાગઢમાં મોહરમ ની કોમી એખલાસ ના વાતાવરણમાં ઉજવણી થાય તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.તેમ સલીમ ગુજરાતી
મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢની યાદીમાં જણાવાયું છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
