News of Saturday, 5th July 2025
છેવાડાના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ અપાઇ રહયો છે : કુંવરજીભાઇ
પોરબંદરમાં પ્રભારી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વર્ષ અને પ્રધાનમંત્રી અન સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો : નગરજનોની ઓછામાં ઓછી ફરીયાદો આવે અને ફરીયાદોનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહયા છેઃ અર્જુનભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ શહેરી વિકાસ વર્ષ ઉજવણી તથા પ્રધાનમંત્રી અન્ન સંતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત જીલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકો પણ વંચીત ન રહી જાય તે માટેની ચિંતા કરીને સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ થકી લાભ આપવામાં આવી રહયો છે.
જિલ્લા વહિવટી તંત્ર અને પોરબંદર મહાનગર પાલીકાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી અન્ન સંતળપ્તિકરણ અભિયાન તથા ગુજરાત શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫ માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે નગરોને સ્માર્ટ નગરો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેના ૨૦ વર્ષની ઉજવણી આજે આપણે કરી રહ્યા છીએ.
કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી થકી મહાનગરને પાયાની સુવિધાઓ જેમ કે, રોડ-રસ્તા, ગટર, પાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇ-ગવર્નન્સ, આવાસ પ્રાપ્ત થયા છે. કોરાનાના કપરા કાળને યાદ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, તે સમયે વડાપ્રધાન દ્વારા લોકોને ઘર સુધી મફતમાં અનાજ મળી રહે તેવી યોજનાઓ દાખલ કરી હતી જેનો લાભ આજે પણ લોકોને મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી અન્ન સંતળપ્તિકરણ અભિયાન હેઠળ વિવિધ લાભાર્થીઓની ઓળખ કરી આ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની લોક કલ્યાણકારી યોજનઓથી છેવાડાના લોકો પણ વંચીત ન રહી જાય તે માટેની ચીંતા કરીને તેમને સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ થકી લાભ આપવામાં આવી રહ્યો છે. તેમ પ્રભારી કુંવરજીભાઇએ જણાવ્યું હતું.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી. આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે છ નવા મહાનગરોમાં પોરબંદરનો સમાવેશ કર્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, પોરબંદરની જનતાની રોજબરોજની સમસ્યાઓ અને ફરીયાદોના ઝડપી નિરાકરણ આવે તે માટે કમિશ્રર સહિતના અધિકારીઓ આપ્યા છે. આથી નગરજનોની ફરીયાદો ઓછામાં ઓછી આવે અને ઝડપી ઉકેલ લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મહાનગર પાલિકાના કમિશનર હસમુખભાઇ પ્રજાપતિએ વિકાસ કાર્યોની માહિતી આપી હતી અને મહેમાનોને આવકાર્યા હતાં તેમજ મહાનુભાવોને હસ્તે એક્શન પ્લાન બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સિટી એક્શન પ્લાનની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને યોજનાઓના લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી હતી. સફાઇકર્મી મહીલા શ્રી સારદાબેન ચુડાસમાની ઉત્કળષ્ટ કામગીરી બદલ રૂ.૧૦,૦૦૦નો ચેક આપીને મહાનુભવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના પી.એ. (અધિક કલેક્ટર) ચેતન ગણત્રા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, અગ્રણી સર્વ અશોકભાઈ મોઢા, ઢેલીબેન ઓડેદરા સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
