News of Saturday, 5th July 2025
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં ૧૦.૩૦ કરોડના નવા રસ્તા મંજૂર કરાવતા મહેશ કસવાલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. પઃ સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મહેશભાઈ કસવાલાના અથાક પ્રયાસો અને કુનેહને કારણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૧૦.૩૦ કરોડના ખર્ચે નવા માર્ગોના નિર્માણ માટે મંજૂરી મળી છે. આ વિકાસ કાર્યોમાં લીલીયા તાલુકા અને સાવરકુંડલા તાલુકાના મહત્વપૂર્ણ રસ્તાઓનો સમાવેશ થાય છે આ મંજૂર થયેલા રસ્તાઓથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને સ્થાનિક નાગરિકોને સુગમ પરિવહનનો લાભ મળશે. આ મંજૂરી બદલ ધારાસભ્ય શ્રી કસવાલાએ રાજ્યના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સાવરકુંડલા-લીલીયાની જનતા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
