<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે ભાજપના જુનાગઢ ના ભ્રષ્ટ તંત્ર ને રોડ રસ્તા સુધારવા આપી ચીમકી જૂનાગઢ ના ધારાસભ્ય માત્ર પત્ર પત્ર રમી રહયા છે : રેશ્મા પટેલ

તાત્કાલિક ધોરણે જૂનાગઢ નગર માં રોડ રસ્તા સુધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર પાલિકા ની કચેરી માં જઈ ઉગ્ર વિરોધ કરશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ : આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે ભાજપ ના જુનાગઢ ના ભ્રષ્ટ તંત્રને રોડ-રસ્તા સુધારવા  ચીમકી આપી છે.

તાત્કાલિક ધોરણે જૂનાગઢ મહાનગર માં રોડ રસ્તા સુધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર પાલિકા ની કચેરી માં જઈ ઉગ્ર વિરોધ કરશે,

         રેશ્મા પટેલે વધુમા કહ્યું કે જૂનાગઢ ના ધારાસભ્ય માત્ર પત્ર પત્ર રમી રહયા છે તેની શરમ આવવી જોઈએ. જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપ ની, ધારાસભ્ય ભાજપ જૂનાગઢમા સાંસદ ભાજપના ,ડબલ એન્જિનની સરકાર ભાજપની છતાં પણ સંતો-મહંતો ની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ મહાનગરની આવી દુર્દશા ભ્રષ્ટાચારીઓએ કરી છે,અમે આવું નહીં ચલાવી લઇએ, સુધારો કરવામાં નહીં આવે તો મહાનગર કચેરી જઈ આંદોલન કરીશું.તેમ 

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે

(મો.7600847571  અને  મો.7990352156)એ

જણાવ્યું છે.

(1:42 PM IST)