News of Saturday, 5th July 2025
સૌરાષ્ટ્રમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારે ઝાપટા : કચ્છમાં પૂર્વ ખૂણો આડેસર પાસે અને પશ્ચિમમાં વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારે ઝાપટાં બાકી સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમા ખાસ કરીને દહેજ અને આસપાસ ભારે ઝાપટાંની શક્યતા : વાદળોની આવન-જાવન રહેશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૫ : આજે ૫ જુલાઈ ૨૦૨૫ની વરસાદની શક્યતાઓ જોઇએ તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારે ઝાપટાં
બાકી સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાતમા ખાસ કરીને દહેજ અને આસપાસ ભારે ઝાપટાંની શક્યતા બાકી વાદળોની આવન-જાવન રહેશે.
અમદાવાદ અને તેની પૂર્વ તરફના શહેરોમાં અમુક જગ્યા ઉપર ઝાપટા પડશે.મધ્યપૂર્વ ગુજરાતમાં અમુક સારા ઝાપટા સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે.ઉત્તર ગુજરાત વાદળછાયું વાતાવરણ વરસાદમાં પ્રમાણમાં રાહત મળશે. છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારે ઝાપટા બાકી આવતો-જતો વરસાદ પડશે.કચ્છમાં પૂર્વ ખૂણો આડેસર પાસે અને પશ્ચિમમાં વરસાદની શક્યતા છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
