News of Saturday, 5th July 2025
કચ્છના આડેસર પાસે ટ્રકમાં મગફળીની આડશમાં છુપાવેલો ૧૯ લાખનો દારૂ ઝડપાયો : ટ્રક સાથે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ
આડેસર ચેક પોસ્ટ ખાતેથી ટ્રકમાં આડેસર પોલીસે તપાસ કરતા દારૂનો જથ્થો શોધી કાઢ્યો : અન્ય આરોપીઓની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છના આડેસર પાસે ટ્રકમાં મગફળીની આડશમાં છુપાવેલો ૧૯ લાખનો દારૂ ઝડપાયો છે.ટ્રક સાથે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ કરી છે.
આડેસર ચેક પોસ્ટ ખાતેથી ટ્રકમાં ભરેલ મગફળીના કોથળાઓની આડમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ આડેસર પોલીસે શોધી કાઢ્યો છે.
પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરડાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા , ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા તથા આડેસર પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી ક૨તા હતા. તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા નાઓને બાતમી મળેલ ડે, “ એક ટાટા કંપનીનુ ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૮-એ.યુ-૬૪૩૮ વાળાના પાછળના ઠાઠામાં મગફળી ભરેલ કંતાનના કોથળાઓની આડાસમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ છે અને હાલે આ ટ્રેડ સાંતલપુરથી આડેસર તરફ આવી રહેલ છે." તેવી બાતમી આધારે આડેસર ચેક પોસ્ટ પરથી ઉપરોક્ત નંબર વાળા ટ્રકમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ડેસ શોધી ડાઢી એક ઈસમને પકડી પાડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે જાનુખાન અલીખાન જાતે- મથુજા મહેર (પઠાણ), ઉ.વ.૩૬, ધંધો.ડ્રાઈવીંગ, રહે.મેઘાવાસ,પોસ્ટ બાઘાવાસ, તા.પંચપદરા, જી.બાલોત્રા (બાડમેર), રાજસ્થાન (ટ્રક ડ્રાઈવર)ની ધરપકડ કરી છે હાજર ન મળી આવેલ આરોપી (૧)સુનિલ ચૌધરી, રહે.પંચપદરા નજીક આવેલ રિફાઈનરીની સામે આવેલ ગામ, તા.પંચપદરા, જી.બાલોત્રા (ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનાર)(૨) ઈંગ્લીશ દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઈન્સપેકટર જે.એમ.વાળા તથા પો.હેડ.કોન્સ.શિરીષભાઈ ઈશ્વરભાઈ તથા વિજયસિંહ સહદેવસિંહ તથા અણદાભાઈ જેઠુ૨ભાઈ તથા સંજયભાઈ અણદાભાઈ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા જીવાભાઈ કરશનભાઈ તથા ડ્રા.પો.કોન્સ. જ્યંતિભાઈ જીવાભાઈ તથા જી.આર.ડી.ના. સભ્ય હારૂન ડિરમામદ તથા ભીખાગર મોહનગર તથા નવીનભાઈ બેચરાભાઈ તથા ભરતભાઈ ખીમાભાઈ તથા હરેશભાઈ બાબુભાઈ તથા ભરતભાઈ છગનભાઈ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
