News of Saturday, 5th July 2025
સમગ્ર ભારત માં ૯૦ દિવસ માટે નાલસા દ્વારા મીડિયેશન ડ્રાઈવનો આરંભ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ અદાલત માં પેન્ડીંગ કેસો માં સમાધાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં મીડિયેશન અંગેની કાર્યવાહી હાથ ધરાશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૫ : તારીખ ૦૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજથી નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી , નવી દિલ્હી (નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા) તથા MCPC દ્વારા 'મીડિયેશન ફોર ધ નેશન' અન્વયે ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે. જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી નામદાર કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવાના રહેશે. જેથી તમામ પક્ષકારોને વિનંતી છે કે, તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે લગ્ન જીવનની તકરારો ને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવા.
નામદાર સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ - બી. આર. ગવાઈ સાહેબ તથા માનનીય ન્યાયમૂર્તિ સૂર્યકાંત સાહેબ, કારોબારી અધ્યક્ષ, નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવેલ છે, જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન એસ.વી. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ અદાલત માં મીડિયેશન અંગે ની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે જેની સમગ્ર જનતાને આ અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાનો કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા માટે વિનંતી છે જેથી સમગ્ર જનતાને આ મધ્યસ્થીકરણ ઝુંબેશ નો વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે. જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સચિવની અખબાર યાદી માં જણાવવામાં આવેલ છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
