News of Saturday, 5th July 2025
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી : કોડિનાર તાલુકાના પીપળી ગામે રૂ.૩.૯૧ લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ નામની ગોડાઉનની જગ્યાએ દરોડો

ગીર સોમનાથ તા.૫ : જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન આજે કોડિનાર તાલુકાના પીપળી ગામે આકસ્મિક તપાસ કરતાં શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ નામની ગોડાઉનની જગ્યાએ લૂઝ કટ્ટા મળી આવ્યાં હતાં.
આ અંગેની તપાસ કરતા તેમજ જરૂરી બિલોની ચકાસણી હાથ ધરતાં બીલો સિવાયનો ૮,૧૦૦ કિ.ગ્રા ઘઉનો જથ્થો, ૬,૧૦૦ કિ.ગ્રા. ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.૩,૯૧,૫૦૦ થાય છે.
આ આવશ્યક ચીજવસ્તુનો શંકાસ્પદ જથ્થો ગણી સીઝ કરી પુરવઠા ગોડાઉન, કોડિનાર ખાતે સોંપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, શ્રધ્ધા એન્ટરપ્રાઈઝ ટ્રેડર અને વ્હોલસેલર છે. જેના અનાજના જથ્થા લિમિટ ૩ હજાર મેટ્રિક ટન છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
