News of Saturday, 5th July 2025
દ્વારકાના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા : જામકલ્યાણપુર, લાંબા, સતાપર, નાવદ્રા, ભોગાત, ભાટિયા, બાકોડી, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો
ધોધમાર વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું : કુંતી નદી બે કાંઠે વહેતી થતા આહલાદક દ્રશ્યો સર્જાયા : માર્ગ પર નદીના પાણી ફરી વળતાં લાકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો : રસ્તાઓ અને બજારોમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

દ્વારકા તા.૫ : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દ્વારકાના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. દ્વારકાના જામકલ્યાણપુર, લાંબા, સતાપર, નાવદ્રા, ભોગાત, ભાટિયા, બાકોડી, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ અને બજારોમાં જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામે હર્ષદ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દ્વારકા જિલ્લામાં સર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના પગલે તાલુકાનું નગડીયા ગામ બન્યુ સંપર્ક વિહોણું બન્યું છે. નગડીયા ગામમાં લોકોની અવર-જવર માટેના તમામ માર્ગો બંધ થયા છે.
કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં જોરદાર વરસાદ ના પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. ધોધમાર વરસાદ ને પગલે નગડીયા ગામમાં વરરસાદી પાણી ભરાયા છે. કલ્યાણપુર પંથકના મેઘપરટીટોડી ગામે ભારે મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કુંતી નદી બે કાંઠે વહેતી થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. માર્ગ પર નદીના પાણી ફરી વળતાં લાકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મેઘરાજાની શાહી થી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
