<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મુન્દ્રાની જન સેવા સંસ્થા અને કોસ્ટલ પોલીસ દ્વારા બિન વારસુ લાશની અંતિમ ક્રિયા કરાઈ

એફએસએલ માટે રાજકોટ મોકલાયેલ મૃતદેહ આવ્યા બાદ અંતિમ ક્રિયા કરાઈ: હતભાગીનો મૃતદેહ અદાણી વેસ્ટપોર્ટ દરિયા કિનારેથી મળ્યો હતો

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ : મુન્દ્રાની જન સેવા અને કોસ્ટલ પોલીસ દ્વારા આજે અજાણી બિન વારસુ લાશની શહેર ના મુક્તિ ધામ મધ્યે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. અંતિમ ક્રિયાના આ કાર્યમાં મુન્દ્રા બારોઇ નગરપાલિકા પણ મદદરૂપ બની હતી.
મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના પી.આઈ .પિયુષ ભાઈ રાડા એ જણાવ્યું હતું કે ગત ૩૦ જૂન ના શહેર નજીક આવેલ અદાણી વેસ્ટપોર્ટ દરિયાકિનારેથી આ બિન વારસુ લાશ મળી આવી હતી અને દરિયામાં એ હતભાગી ડૂબીને મૃત્યુ પામ્યો હોય એવુ પ્રાથમિક તપાસમાં લાગે છે... શરીર પર કોઈ ઇજાના નિશાન નથી તેમજ હતભાગીનો મૃતદેહ એટલો કોહવાઈ ગયો હતો કે તેની ઓળખ શક્ય બની નથી તેમજ તેમના મૃતદેહને એફ એસ એલ માટે રાજકોટ મોકલ્યા બાદ પરત આવતા આજે એ હતભાગીની અંતિમ ક્રિયા કરાઈ હતી...
મુન્દ્રા બારોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી અને સુધરાઈના વોર્ડ મેન આસમલ ભાઈ તેમજ તેમની ટીમ અને સેવાભાવી જયેશ ગોર એ અંતિમ ક્રિયા માટે જહેમત ઉઠાવી હતી..
મુન્દ્રાની જન સેવા સંસ્થાના રાજ સંઘવી એ અંતિમ ક્રિયા ની સામગ્રી તેમજ તેમની વિધિ કરવા જહેમત ઉઠાવી હતી.

(6:42 PM IST)