News of Saturday, 5th July 2025
જાફરાબાદના ટીંબી નેશનલ હાઈવે પર એકસાથે 12 સિંહોનું કેટ વૉક :વાહનચાલકો થંભી ગયા
રાત્રિના સમયે 8 જેટલા સિંહબાળ સાથે ૪ સિંહણનું એક વિશાળ ટોળું નેશનલ હાઈવે પર રોડ ક્રોશ કરી રહ્યું હતું

ગીરના જંગલમાં સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે તેવી માન્યતા ફરી એકવાર ખોટી પુરવાર થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા ટીંબી નેશનલ હાઈવે પર એક સાથે 12 સિંહોનું એક મોટું ટોળું રોડ ક્રોસ કરતું જોવા મળ્યું હતું, જેને જોઈને વાહનચાલકો થંભી ગયા હતા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા જાફરાબાદના ટીંબી વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક અદભુત અને ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે 8 જેટલા સિંહબાળ સાથે ૪ સિંહણનું એક વિશાળ ટોળું નેશનલ હાઈવે પર લટાર મારી રહ્યું હતું. આ સિંહોનું ટોળું એક સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, જેને કારણે હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો હતો.
આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભયભીત થઈ ગયા હતા, પરંતુ સાથે જ કુદરતના આ અદભુત નજારાને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા. એક ડઝન જેટલા સિંહોનું એકીસાથે રોડ ક્રોસ કરવું એ એક દુર્લભ ઘટના માનવામાં આવે છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
