<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે લખપતમાં ત્રણ ઇંચ ખાબક્યો : અબડાસામાં ૧ ઈંચ અન્યત્ર ઝરમર ઝરમર વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસ્યો

( વિનોદ ગાલા દ્વારા ) ભુજ :  ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ અને ઝરમર વચ્ચે વરસાદી માહોલ બરકરાર છે. બે દિવસ ઝરમર ઝરમર બાદ આજે સાંજે ૬ વાગ્યા સુધી લખપતમાં ત્રણ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જ્યારે અબડાસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.


 

(7:30 PM IST)