<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

જેસર પંથકમાં સિંહોના ટોળાથી ગ્રામજનોમાં કુતૂહલ સજર્યુઃ જોવા મળ્યા એક સાથે ૧૭ સિંહો

સ્થાનિક યુવકે આ દૃશ્યોને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

ભાવનગરઃ  ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યાં જેસરના શેવડીવદર ગામમાં એકસાથે 17 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. રાત્રિના સમયે સિંહોનો પરિવાર ગામમાં ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક યુવકે આ દૃશ્યોને કેમેરામાં કેદ કરી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એકસાથે 17 સિંહો દેખાતા સ્થાનિકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું.
જેસરના શેવડીવદર ગામમાં રાત્રિના સમયે 17 સિંહોનો પરિવાર એક સિંહબાળ સાથે ફરતો દેખાયો હતો. આ પહેલાં આ વિસ્તારમાં 12 સિંહોના પરિવારનો વીડિયો જોવા મળ્યો હતો, ત્યારે હવે 17 સિંહોનો એક વિશાળ સમુહ જોવા મળતા વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
આ દ્રશ્યને એક સ્થાનિક યુવકે પોતાના કેમેરામાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોવા મળે છેકે સિંહોનું ટોળું ગામના રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે અને આસપાસના લોકો આ નજારો જોઈને આનંદિત થઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

(1:15 PM IST)