તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
શેત્રુંજી ડેમ ફરી છલકાયો: ડેમના 59 દરવાજા એક ફૂટ ખોલાયા
ચોમાસાની આ સિઝનમાં બીજી વખત શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી છલકાયો છે.
આજે શેત્રુંજી ડેમ 100% ટકા ભરાયો છે. અને શેત્રુંજી ડેમના 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ચોમાસાની આ સિઝનમાં બીજી વખત શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થયો છે.
ડેમના 20 દરવાજા ખોલવામાં આવતા નીચાણ વાળા 17 ગામોને એલર્ટ કરાયા છે.
હજુ પણ શેત્રુંજી ડેમમાં હાલ 1800, ક્યુસેક પાણીની આવક શરૂ છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ હોવાનું જાણવા મળેલ છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
