<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

જામનગરની નજીક આવેલા દરેડમાં ખોડિયાર માતાના મંદિરમાં પાણી ઘુસ્યા

રંગમતિ નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે વરસાદ વગર દરેડના ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની સતત આવક વધતા જામનગરના દરેડમાં ખોડિયાર માતાજીના મંદિરમાં પાણી ઘુસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રંગમતિ ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો બે ફુટ સુધી ખોલવામાં આવ્યો છે, જેના કારણે રંગમતિ નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે દરેડ નજીક આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસી ગયા છે.

(8:13 PM IST)