News of Monday, 7th July 2025
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા 'આયુષ્યમાન વય વંદના કાર્ડ' માટેના ત્રીજા તબક્કામાં વધુ એક કેમ્પનુ આજથી આયોજન
ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય પરથી તા. ૭ જુલાઈ ૧૨ જુલાઈ દરમિયાન ૭૦ વર્ષ થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના કાર્ડ કાઢી આપવાનો પુનઃ કેમ્પ યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૬ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતભરના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'આયુષ્યમાન વય વંદના યોજના' લાગુ કરાઇ છે, અને તે માટેના જરૂરી કાર્ડ પણ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
જેથી જામનગરના ૭૦ વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો માટેના 'આયુષ્યમાન વય વંદના કાર્ડ' કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેને પ્રથમ બે તબક્કામાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો, અને હજુ પણ ડિમાન્ડ હોવાથી વધુ ૬ દિવસ માટેના તૃતિય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૭ જૂલાઈ થી ૧૨ જૂલાઈ સુધી વધુ ૬ દિવસ માટે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય લાખોટા મિગકોલોની ના સ્થળે ૬ દિવસિય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આથી ૭૯- વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૭૦ વર્ષ કે તેથી વધુ ની વયના કોઈપણ વરિષ્ઠ નાગરિકો, કે જેઓ આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા માંગતા હોય, તેઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પૈકીના રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લીંક કરેલો હોય, તે આધાર પુરાવા લઈને જન સંપર્ક કાર્યાલય નો સંપર્ક સાધવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
