<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

મુળીના વગડીયામાં ખેતરમાં સુતેલા બે વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધોઃ કરૂણ મોત

રાજકોટમાં દમ તોડયોઃ પહેલા દોઢ વર્ષના રમી રહેલા બાળકને હાથમાં બટકુ ભર્યુ પછી નિંદ્રાધીન બાળક પર તૂટી પડયોઃ હડકાયુ કુતરૂ હોઇ લોકોએ મારી નાંખ્‍યું: મુળ એમપીના દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટી

 

રાજકોટ તા. ૭: સુરેન્‍દ્રનગરના મુળી તાબેના વગડીયા ગામે એક ખળભળાટ મચાવતો બનાવ બન્‍યો છે. જેમાં વાડીમાંઉંઘી રહેલા બે વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ બાળકનું મોત થતાં મજૂર દંપતિમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. વાડીમાં ઘુસી આવેલા હડકાયા કૂતરાએ દોઢ વર્ષના રમી રહેલા બાળકને હાથમાં બટકુ ભરી લીધુ હતું અને બાદમાં નિંદ્રાધીન બાળક પર હુમલો કરી મોઢા શરીરે બટકા ભરી લીધા હતાં. ચીસાચીસ સાંભળી ખેતરમાં મજૂરી કરી રહેલા માતા-પિતા સહિતના દોડી આવ્‍યા હતાં. લોકોએ કૂતરાને મારી નાંખ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મુળીના વગડીયા ગામે નથુભાઇ સાનીયાની વાડીમાં રહી મજૂરી કરતાં  મુળ મધ્‍યપ્રદેશના જાંબુવાના રૂપોરલ ગામના કમલ કટારા અને કમલા કટારા ગઇકાલે બપોરે બે વાગ્‍યે તેના બે વર્ષના દિકરા રાજેશને વાડીમાં નીચે પાથરણું પાથરી સુવડાવીને ખેતરમાં કામ કરી રહ્યા હતાં. આ વખતે અન્‍ય મજૂરનો દોઢેક વર્ષનો છોકરો પણ ત્‍યાં રમી રહ્યો હતો. આ વખતે અચાનક એક કૂતરૂ ધસી આવ્‍યું હતું અને રમી રહેલા બાળકના હાથમાં બટકુ ભરી લેતાં તેણે ચીસાચીસ કરી મુકી હતી.

એ પછી કૂતરૂ ઉંઘી રહેલા બાળક રાજેશ પાસે પહોંચી ગયું હતું અને તેને પણ બટકા ભરી લેતાં તે લોહીલુહાણ થઇ ગયુ઼ હતું. રડવાની ચીસો સાંભળી માતા-પિતા અને બીજા મજૂરો દોડી આવ્‍યા હતાં અને કૂતરાને માર મારતાં તે મરી ગયું હતું. લોહીલુહાણ થઇ ગયેલા બંને બાળકોને સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં દોઢ વર્ષના બાળકને હાથમાં ઇજા હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્‍યારે રાજેશને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં મજૂર દંપતિમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહ જાણ કરતા઼ મુળી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રાજેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના માતા-પિતા અહિ એક દોઢ મહિના પહેલા જ મજુરી કરવા આવ્‍યા હતાં. મૃતદેહને અંતિમવિધી માટે તેઓ વતન મધ્‍યપ્રદેશ લઇ ગયા હતાં. (૧૪.૫)

(11:07 AM IST)