<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ઉનાના પાલડીમાં મકાનના નળીયા રિપેર કરતી વખતે પડી જતાં યુવાનનું મોત

૨૭ વર્ષના મુકેશ ચોૈહાણે રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: ગીર સોમનાથના ઉના તાબેના પાલડી ગામે રહેતો ૨૨ વર્ષનો યુવાન હાલ વરસાદની સીઝન હોઇ પોતાના ઘરના નળીયામાંથી ચુવાક થતો હોઇ પોતે ઉપર ચડી નળીયા રીપેર કરતો હતો ત્‍યારે વરસતા વરસાદમાં પગ લપસતાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ઉનાના પાલડી ગામે રહેતો મુકેશ રામભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭) પોતાના ઘરના છાપરા પર ચડી નળીયા સરખા કરતો હતો ત્‍યારે લપસી પડતાં ગંભીર ઇજા થતાં ઉના, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગઇકાલે તેનું મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ઉના પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર મુકેશ બે ભાઇમાં નાનો હતો અને અપરિણીત હતો. તે માછીમારી કરી પરિવારને મદદરૂપ થતો હતો. વરસાદને કારણે લપસી પડવાથી આ બનાવ બન્‍યાનું સગાએ જણાવ્‍યુ઼ હતું. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૫)

 

(11:09 AM IST)