તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 7th July 2025
ગાંધીધામના કીડાણા ગામે એક્ટીવા સહિત તળાવમાં પડી જતાં ૨૨ વર્ષના નવીનનું મોત

રાજકોટ તા. ૭: ગાંધીધામના કીડાણા ગામે એક્ટીવા સહિત તળાવમાં પડી જતાં બાવીસ વર્ષના યુવાનનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીધામના કીડાણા ગામે રહેતો નવીન લક્ષમણભાઇ મહેશ્વરી (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત ૨૯/૬ના રોજ એક્ટીવા હંકારીને બપોરે ત્રણેક વાગ્યે ઘરેથી બહાર જતો હતો ત્યારે કેશવકુંજ સોસાયટી કીડાણા રોડ પર તળાવમાં પડી જતાં ઇજા થતાં સારવાર માટે ગાંધીધામ અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પ્ર.નગર પોલીસને જાણ થતાં પ્રાથમિક કાર્યવાહી કરી ગાંધીધામ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
