<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ભેસાણના પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા પીઆઇ સલ્‍મા સુમરા

કડક પોલીસ અધિકારી તરીકે જાણીતા છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.૭, ભેસાણના પીઆઇ તરીકે આજે મહિલા પીઆઇ સલ્‍મા આઇ સુમરાએ ચાર્જ સંભાળેલ છે.

કડક  પોલીસ અધિકારીની છાપ ધરાવતા શ્રી સલ્‍મા સુમરા અગઉ પીઅસઆઇ તરીકે ભાવનગર જિલ્લામાં નિલમ બાગ પો. સ્‍ટેમાં મહુવામાં તેમજ જુનાગઢ જિલ્લામાં વિસાવદર અને માળીયા હાટીનામાં ખુબ જ પ્રશંસનીય કામગીરી બજાવી અને કાયદો અને કાયદો અને વ્‍યવસ્‍થા સારી રીતે જાળવી પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવ્‍યો હતો અને કોઇની શેહશરમ રાખ્‍યા વગર આસામાજીક પ્રવૃતિને સખ્‍ત હાથે ડામી દઇ જાંબાઝ મહિલા અધિકારી તરીકે જાણીતા બનેલ અને પ્રજાના હૃદયમાં સ્‍થાન પ્રાપ્‍ત કરનાર સુમરાને ગઇ કાલે પો.સ્‍ટે. ખાતેથી વિદાય થતાં પોલીસ સ્‍ટાફ અને આગેવાનો પ્રજાજનોએ લાગણી સભર વિદાય આપી શુભકામના વ્‍યકત કરેલ શ્રી સુમરાએ આજે ચાર્જ સંભાળતાની સાથે પોતાની કામગીરીનો આરંભ કર્યો હતો.

(11:26 AM IST)