<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ગોંડલ નાગરિક બેંકમા ચેરમેનપદે કિશોરભાઈ કાલરીયા અને વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજાની વરણી : જુઓ વિડિઓ

ગોંડલ નાગરિક બેંકમા ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન ગણેશભાઈ જાડેજાએ અન્ય ડીરેકટરોને હોદાની તક મળે તે માટે રાજીનામાં આપતા અન્ય હોદ્દેદારોની નિમણૂક કરાઈ

ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરીયા અને વાઈસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે તસવીરમાં નવનિયુક્ત હોદ્દેદારો નજરે પડે છે.(તસવીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૭ : ગોંડલ નાં અર્થતંત્ર ની ધરોહર સમી નાગરિક સહકારી બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ)જાડેજાએ હોદા પર થી રાજીનામુ ધરી દેતા આજે ગોંડલ નાગરિક બેંકમા ચેરમેનપદે કિશોરભાઈ કાલરીયા અને વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજાની વરણી કરાય છે

અન્ય ડીરેકટરોને હોદાની તક મળી રહે તે હેતુથી સતાની ફેરફદલી કરાયાનું જણાવાયું છે.

પ્રાપ્ત વિગત મુજબ 61391 સભાસદ સાથે ગોંડલ હેડ બ્રાંચ ઉપરાંત રાજકોટ, શાપર વેરાવળ,જશદણ, દેરડી,સાણથલી સહિત આઠ બ્રાંચ સાથે અગ્રીમ ગણાતી નાગરિક બેંક ની તાજેતર ની ચુંટણી માં ભાજપ પ્રેરીત તમામ 11 ડીરેકટરો ચુંટાયા હતા.અને ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો.જેમાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા ફરી ચુંટાયા હતા.જ્યારે બેંક નાં વાઇસ ચેરમેન બનેલા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ),જાડેજાએ જુનાગઢ જેલ માં રહી ચુંટણી લડી વિજય મેળવ્યો હતો.

વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયાએ છેલ્લા પાંચ વર્ષ માં બેંક ની ડીપોઝીટ 122 કરોડ માંથી 372 કરોડે પંહોચાડી બેંક ને પ્રગતિશીલ બનાવી હતી.

ભાજપ મોવડી જયરાજસિહ જાડેજાએ જણાવ્યુ હતુ કે બેંક માં અન્ય ડીરેકટરો ને પણ હોદા મળી રહે એ હેતુથી સર્વાનુમતે હોદાની ફેરબદલી કરાઇ છે.

આજે સવારે  બેંક નાં નવા સુકાનીઓએ હોદાનાં શપથ ગ્રહણ કર્યા હતા

(3:28 PM IST)