<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જન્માષ્ટમી લોકમેળા ઓર્ગેનાઈઝેશન એસો. દ્વારા એસ.ઓ.પી મામલે ફેરફાર લાગૂ કરવા ધોરાજીમાં માંડવીયાને આવેદન

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી ,તા.૦૭: ધોરાજી ખાતે મુલાકાતે આવેલા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાને મેળા ઓર્ગેનાઈઝેશન વેલ્ફર એસોસિયેશન ના કારોબારી સદસ્ય અરવિંદભાઇ બગડા સહિત સભ્યોએ મેળા ઉત્સવ માં યાંત્રિક રાઇડ ની સરકાર દ્વારા સૂચિત કરાયેલ એસ.ઓ.પી. ગાઇડ લાઇનમાં ફેરફાર અને સુધારા સૂચવવા મામલે આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે કુશળ કારીગરો દ્વારા રાઈડ બનાવવામાં આવે છે. એસ.બી.એ. રિપોર્ટ, લોખંડ અને સર્ટાકર્ચ, ઇલેકિટ્રક, અને ફાયર એનોસી, પોલીસ અને એન્જિનિયરનો રિપોર્ટ, સ્ટ્રકચર રિપોર્ટ, વીમા કવચ અને સીસી ટીવી કેમેરા સહિત નિયમોનું પાલન કરવામાં આવે છે.

ત્યારે સરકાર દ્વારા નાના વેપારી અને રાઇડ ના સંચાલકો ને ગુજરાન ચાલી રહે તે માટે સરકારે મેળાની માર્ગદર્શિકા માં આવશ્યક ફેરફારો કરવામાં આવે તેવી માગણી લેખિતમાં કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમી લોકમેળા તેમજ અન્ય હિન્દુ તહેવારોના લોકમેળા માં તંત્ર દ્વારા ઘણી બધી મુશ્કેલી ભોગવી રહ્યા છે વર્ષોથી સિસ્ટમ ચાલતી હતી તે સિસ્ટમ અચાનક બંધ કરવી પડી છતાં પણ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ વ્યવહારો ઉકેલ નહીં આવતા હાલમાં જન્માષ્ટમી લોકમેળામાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઉજવાતા જન્માષ્ટમી લોક મેળામાં ચકરડી તેમજ ફજત કાળકા ના સંચાલકો પરેશાન થઈ ગયા છે.

(12:15 PM IST)