તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
રાજુલામાં સિપાહી સમાજમાં વિવાદનો અંતઃ બન્ને સિપાહી જમાત એક થઇ ગઇ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૭: રાજુલા શહેરમાં ધણા સમયથી સિપાહી જમાત છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વિભાગમા હતી જેને ધ્યાનમાં રાખીને ઓલ મુસ્લિમ જમાત ના નવયુવાન અને ઉત્સાહી પ્રમુખ ભાઇ આરીફભાઈ જોખ્યા એડવોકેટ રાજુભાઈ જોખ્યા વડીલ મુરબ્બી ભાઈશ્રી જાફરભાઈ જોખ્યા વડીલ સાબાનભાઈ માવાણી વિગેરે આગેવાનો અથાક પ્રયાસોથી બને સિપાહી જમાત ના અલગ અલગ પ્રમુખ ઈરફાન ગોરી રસિકભાઈ કુરેશી અને ત્રીજી જમાતના પ્રમુખો ને બોલાવી સુખદ સમાધાન કરી આપતા રાજુલા ના.મુસ્લિમ સમાજ માં વર્ષ ની લાગણી ફેલાઇ હતી.
ત્રણ વિભાગમાં વેચાયેલી સિપાહી સમાજ એ એક તાંતણે બધવા માટે સમાજના પ્રમુખો રસુલભાઈ કુરેશી ઈરફાનભાઈ ગોરી દ્વારા વડીલોના નિર્ણયને ધ્યાનમાં રાખીને બંને સમાજને ભેગા કરીને મોહરમના દિવસે સમાધાન કરવી એક અલગ સંદેશો આપ્યો છે જેમાં હવે પછી સમાજની પ્રગતિ કેવી રીતે કરવી કુરિવાજોને દૂર કરીને સિપાહી સમાજને આર્થિક સામાજિક ક્ષેત્રે અને શિક્ષણ સમુહ લગ્ન રોજગારી વિગેરે બાબતો થી સમાજ વંચિત ના રહે તે માટે આવનારા દિવસોમાં ખૂબ સારી પ્રગતિ થાય અને નાનામાં નાનો વર્ગ આગળ આવે અને પ્રગતિ કરે એ માટે ખૂબ મહેનત કરીશું આતકે સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવેલો કે પ્રમુખ તરીકે ઈરફાન ભાઈ ગોરી ઉપપ્રમુખ તરીકે રસુલભાઈ કુરેશી ની બંને જણાને જવાબદારી સોંપવામાં આવી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
