News of Monday, 7th July 2025
કુતિયાણા પાસે કારમાંથી ૮.રપ લાખનો દારૂ ઝડપાયો
ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલ બંધ બોટલો ભરેલા કુલ પ૧ બોક્ષ મળ્યાઃ દારૂ અને કાર મળીને કુલ ૧૧.રપ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યોઃ કાર ચાલક સામે ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. કુતીયાણા પાસે પોલીસના રાત્રી પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ ઇનોવા કારનું ચેકીંગ કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથેના કુલ પ૧ બોક્ષ મળી આવ્યા હતાં. આ દારૂની કુલ કિંમત સવા આઠ લાખ થાય છે. પોલીસે કારના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
કુતિયાણા પો. સ્ટે.ના પો. ઇ. વી. પી. પરમાર તથા કુતિયાણા પો. સ્ટે.ના સર્વેલ્સના સ્ટાફના નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે કુતિયાણા થી હામદપરા ગામ તરફ જતા રસ્તે હામદપરા ગામના પાટીયા નજીકથી ઇનોવા કાર રજી. નં. જી. જે. ૦૬ બી. એલ. ર૦૩૪ માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોના કુલ બોક્ષ નંગ-પ૧ તથા કુલ બોટલો નંગ ૬૧ર કિ. રૂા. ૮,રપ,૬૦૦ પ્રોહી. મુદામાલ તથા ઇનોવા કાર કિ. રૂા. કિ. ૩ લાખ મળી કુલ કિ. રૂા. ૧૧,રપ,૬૦૦ નો મુદામાલ ઝડપી પાડી ઇનોવા કાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન ગુન્હો નોંધ્યો છે. કાર ચાલકની ઓળખ મેળવવા રહી છે. સવા આઠ લાખનો દારૂ પકડવાની આ કામગીરીમાં પો. ઇ. વી. પી. પરમાર તથા પો. હેઙ કો. યશપાલસિંહ વાળા તથા પીયુષ ઓડેદરા તથા પો. કો. અલ્તાબ હુસેનભાઇ તથા ભરત ભોજાભાઇ તથા વિજય ખીમાણંદભાઇ તથા અક્ષયકુમાર જગતસિંહ તથા અશ્વિન વેજાભાઇ તથા જસવંતસિંહ રાયસિંહ કરી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
