News of Monday, 7th July 2025
ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોના મોત
પાણી ભરેલા ખાડામાંથી 18 વર્ષીય હમીદા સમા અને 16 વર્ષીય અફસાના સમા નામની બે સગી બહેનો પાણી ભરવા અને બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી

ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ હતા.
ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી 18 વર્ષીય હમીદા સમા અને 16 વર્ષીય અફસાના સમા નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી હતી. જોકે, ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી.
પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
