<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

દ્વારકામાં વાડીનાર બંદરની જેટી પર દરિયામાં અનેક ઊંટ તણાઇ આવ્યા

દરિયાઈ પાણીમાં તણાઈને આવેલ ઊંટ સિંગચ ગામના માલધારીના હોવાનું અનુમાન

દ્વારકામાં વાડીનાર બંદરની જેટી પર  ઊંટ તણાઇ આવ્યા હતા. જેટી પર એક સાથે અનેક ઊંટ દરીયાઇ પાણીમાં તણાઇ આવતા તંત્ર ચોકી ઉઠ્યું હતું. સિંગચ ગામેથી ઊંટ તણાઇને આવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વાડીનાર પોલીસને જાણ થતા ત્વરીત ઘટનાસ્થળે ટીમ પહોચી હતી. દરિયાઈ પાણીમાં તણાઈને આવેલ ઊંટ સિંગચ ગામના માલધારીના હોવાનું અનુમાન છે. પોલીસે સ્થાનિક માલધારીઓને બોલાવી ઊંટનું રેસ્ક્યૂકાર્ય હાથ ધર્યુ હતું.

(9:06 PM IST)