<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

દ્વારકામાં લારી ગલ્લા હટાવો ઝુંબેશ સામે 11 દિવસથી પ્રતીક ઉપવાસ :કોંગ્રેસ નેતાઓનો આંદોલનને ટેકો

જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે પાલ આંબલિયા, લાલજી દેસાઈ, ગિરધર વાઘેલા, જે પી મારવિયા, સહિતના કોંગ્રેસના નેતાઓ, પ્રાંત અધિકારીને રજૂઆત કરી

દ્વારકામાં છેલ્લા 11 દિવસથી લારી ગલ્લાઓ હટાવવાની સરકારી ઝુંબેશ સામે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે.  આ આંદોલનને ખેડૂત નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા એ ટેકો આપી આંદોલનને વેગવાન બનાવ્યું છે. આજે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે પાલ આંબલિયા, લાલજી દેસાઈ, ગિરધર વાઘેલા, જે પી મારવિયા, સહિતના કોંગ્રેસના નેતાઓ, પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. જિલ્લા અને રાજ્યના પ્રશ્નો અંગે ઉપાવશી છાવણીમાં બેસી ભાજપના નેતાઓ અને તંત્રની કામગીરીને વખોડી અને સ્થાનિક નેતાઓના બાંધકામનો ખુલ્લી ને વિરોધ કર્યો હતો 


 

(9:25 PM IST)