News of Monday, 7th July 2025
મોરબી મનપા માલધારીઓના માલઢોર પકડવાનું બંધ કરે, માલધારીઓના વાડાઓ કાયદેસર કરી આપો.
મોરબી માલધારી સમાજે કલેક્ટરને આવેદન આપ્યુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઘણા સમયથી મોરબીમાં મનપા દ્વારા માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે અને માલધારીઓ પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે જેથી કરીને માલધારી સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદન પત્ર આપીને માલઢોર પકડવાની અને દંડ લેવાની કામગીરી બંધ કરવાની તેમજ તેઓના વાડાઓને કાયદેસર કરી આપવાની માંગ કરેલ છે.
મોરબી માલધારી સમાજના આગેવાન રામજીભાઈ રબારીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં તેમજ આસપાસના ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી માલધારી સમાજના લોકો રહે છે અને પોતાના માલઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, મનપા દ્વારા પશુપાલકને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું કહેવામા આવે છે અને લાયસન્સ ત્યારે જ મળે જયારે તે લોકો પાસે પોતાના માલઢોર રાખવા માટે મિલકત હોય. જો કે, માલધારી પાસે વર્ષોથી તેઓના માલઢોર રાખવા માટે વાડા હોય છે અને તે કાયદેસર કરવા માટે એક નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા તેના માટેનો કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવેલ છે તે તમામ દબાનોને તાત્કાલીક દૂર કરવાની કાર્યવાહી કરીને માલધારીઓના માલઢોર ત્યાં રાખવા માટે જગ્યા આપવામાં આવે તેમજ માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે છે અને માલધારી પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે. જે બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને મોરબીમાં જે જગ્યાએ માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી દેવાની માંગ કરેલ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
