<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

મોરબી જલારામ ધામ ખાતે કેન્દ્રીય-પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ.

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબી શ્રી જલારામ ધામ ખાતે રવિવારના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જે બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, બકુલભાઈ ખાખી, વાલેરાભાઈ રાઠોડ,સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, બકુલભાઈ ખાખી, જગદીશભાઈ વડોદરીયા, શશીકાંતભાઈ પટેલ, મનસુખભાઈ રૈયાણી, મજબુતભાઈ બસીયા, વનરાજસિંહ ખેર, યોગેન્દ્રસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ રાણા, બિજલભાઈ રબારી, સી.ડી. રામાવત, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, તેજસ્વીતાબેન વાઢેરા, ભારતીબેન રામાવત, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, કનુભાઈ દવે, પરેશભાઈ તન્ના સહીતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સી. ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,નરેન્દ્રભાઈ પાઁઉ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, તાલુકા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ સોમૈયા, હિતેશભાઈ જાની, દીપભાઈ સોલંકી, કૌશલભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, સંજયભાઈ હીરાણી અશોકભાઈ જોશી સહીતનાં અગ્રણીઓ જહેમત ઉઠાવી હતી.

(12:59 AM IST)