<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

સ્ટેટ મોનિટરિંગ પોલીસના દરોડામાં વોન્ટેડ કચ્છનો કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડ અંતે ઝડપાયો : જુઓ વિડિઓ

કુલ ૨.૨૫ કરોડના દારૂના જંગી જથ્થાના ત્રણ ગુનામાં વોન્ટેડ હતો ૧.૨૮ કરોડનો દારૂ કેરા પાસે, પછી ફરી ૨૭ લાખનો દારૂ કેરા પાસે અને ૯૫ લાખનો દારૂ અમીરગઢ પાસે ઝડપાયો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  રાજ્યમાં દારૂબંધી સામે સરકારની કડક કાર્યવાહીની જાહેરાતો વચ્ચે ઝડપાતા દારૂના જથ્થાનો આંક કચ્છ જેવા એક છેવાડાના જિલ્લામાં હવે લાખોને ટપાવી કરોડને આંબે છે. 

         આ કડવી વાસ્તવિકતા વચ્ચે ગત તા.૨૬/૬ ના પશ્ચિમ કચ્છ પોલીસની આંખ નીચે છેક ગાંધીનગરથી આવેલ સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસે દારૂના કટિંગ સમયે જ કેરા (ભુજ) પાસેથી ૧.૨૮ કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો.

           ત્યારે એસએમસીના દરોડામાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ વોન્ટેડ હોવા છતાંય ફરી આ જ બુટલેગર અનોપસિંહનો દારૂનો ૨૭ લાખનો બીજો જથ્થો પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપ્યો હતો.

             ત્યારે પણ બુટલેગર અનોપસિંહ ને ઝડપવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી હતી. આ બધા વચ્ચે રાજસ્થાનથી ગુજરાતના બનાસકાંઠામા અમીરગઢ પાસે ૯૫.૨૭ લાખનો દારૂ ઝડપાયો હતો તેમાં અનોપસિંહનું નામ ખુલ્યું હતું.

(9:26 AM IST)