<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

રિક્ષા ચોરતી ગેંગ ઝડપાઈઃ આરોપીમાં બે શખ્‍સો પાળીયાદ, એક બાવળાનો

 

વઢવાણ, તા.૯: અમદાવાદ ગ્રામ્‍ય લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે અમદાવાદ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રિક્ષા ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્‍યો પાસેથી રૂ.૮,૬૦,૦૦૦ની કિંમતની પાંચ ચોરાયેલી રિક્ષાઓ જપ્ત કરી સાણંદ, વાસણા, બોડકદેવ, વષાાપુર અને જીવા વિસ્‍તારમાં થયેલી પાંચ જેટલા ચોરીના ગુના ઉકેલી કાઢયા છે. પોલીસે મહેશ ઉર્ફે તોઈડો મેલાભાઈ ઠાકોર (રહે. બાવળા), સંજયભાઈ માવજીભાઈ ડેરવાળીયા (રહે.પાળીયાદ, બોટાદ) અને વિનોદભાઈ વિઠ્ઠલભાઈ સહરવા (રહે. પાળીયાદ, બોટાદ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી મહેશ ઠાકોર વિરૂદ્ધ બાવળા, સાણંદ, ચાંગોદર, રાધનપુર, કેશ્વર અને નારોલ પોલીસ સ્‍ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.

સંજય ડેરવાળીયા વિરૂદ્ધ બોટાદ, બગોદરા, પાળીયાદ અને કેરાળા જીઆઇડીસી સહિતના પોલીસ સ્‍ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.

(11:27 AM IST)