News of Wednesday, 9th July 2025
રાજકોટ સૌરાષ્ટ્રભરનાં LIC કર્મચારીઓની સજ્જડ હડતાલ
કાલે સવારે હોબાળોઃ મોરબી-ગાંધીધામ-ભૂજ-જામનગર-ખંભાળીયા-પોરબંદરમાં પણ કર્મચારીઓ સૂમસાન

એલઆઇસી કર્મચારીઓની હડતાલઃકેન્દ્રના ૧૦ ટ્રેડ યુનિયનોએ આપેલ હડતાલના એલાનમાં રાજકીય સહિત દેશભરની એલઆઇસી કચેરીઓ જોડાઇ હતી, કરોડોનું કામકાજ અટકી પડયું હતું, રાજકોટ હેડ ઓફીસ ખાતે કર્મચારીઓએ દેખાવો યોજયા હતા તે નજરે પડે છે.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ,તા.૦૯: કેન્દ્ર સરકારની મઝદૂર, ખેડૂત,કામદાર અને કર્મચારી વિરોધી તથા કોર્પોરેટ તરફી આર્થિક નીતિઓના વિરોધમાં દેશના વિવિધ ક્ષેત્રના ટોચના ટ્રેડ યુનિયનોએ આજે આપેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના LIC કર્મચારીઓ જોડાયા હતા. LIC કર્મચારીઓએ હડતાલના પ્રારંભે કચેરીના પ્રાંગણમાં કેન્દ્ર સરકારના વિરોધમાં ભારે સૂત્રોચાર કરી વાતાવરણ ગજાવી મૂકયુ હતું અને સરકારની આર્થિક નીતિઓ સામે પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો હતો.
એલ.આઇ.સી કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના ટોચના યુનિયન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એસોસિયેશન ના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વીમા કામદાર નેતા હર્ષદ પોપટની આગેવાની હેઠળ એલ.આઇ.સી કર્મચારીઓએ સવારે કચેરીના પ્રાંગણમાં એકત્ર થઈ કેન્દ્ર સરકાર તથા તેની આર્થિક નીતીઓના વિરોધમાં ભારે સૂત્રોચાર કર્યા હતા. કોમરેડ હર્ષદ પોપટે કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિની રૂપરેખા આપી તેને ઝાટકણી કાઢી હતી.એલ.આઇ.સી.ની રાજકોટ શહેરની ચારેય શાખા અને ડિવિઝનલ ઓફિસ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના શાખાઓ મોરબી ગાંધીધામ ભુજ જામનગર ખંભાળિયા પોરબંદર જુનાગઢ વેરાવળ કેશોદ સહિતના ગામોમાં પણ એલઆઇસી કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા અને સરકાર વિરોધી સુત્રોચાર કર્યા હતા.
યુનિયનનો એ જે મુદ્દાસર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે તેમાં વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણ નું પ્રમાણ વધારીને ૧૦૦% કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય, વીમા કાનૂનમાં સુધારા કરવાની સરકારની તજવીજ, જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાની સરકારની નીતિ, મજુરહિત વિરોધી કાયદા અમલમાં મુકવા સહિતના વિવિધ મુદ્દે યુનિયનો કેન્દ્ર સરકારના વિરોધમાં છે. યુનિયનો એ સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જે માગણીઓ મૂકી છે તેમાં વીમા પ્રીમિયમ ઉપરનું જીએસટી દૂર કરવો LICમાં વર્ગ ત્રણ અને ચારમાં કર્મચારીઓની ભરતી કરવી, પેન્શનની જૂની સ્કીમ પુનઃ ચાલુ કરવી, સામાન્ય વીમા ક્ષેત્રની ચારેય કંપનીઓનું મર્જર કરવું અને લધુ લઘુત્તમ વેતન રૂ.૨૬,૦૦૦ કરવાની માગણીઓ મુખ્ય છે. આ માગણીઓ અને વિરોધના વિવિધ મુદ્દાસર યુનિયનો સરકાર સામે આક્રમક બન્યા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
