<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ભાવનગરની શિશુવિહાર સંસ્‍થાના આદ્ય સ્‍થાપક હીરાબેન ભટ્ટની સ્મૃતિમાં ૧૦ ગ્રામ્‍ય શાળાની ૨૦૦ બહેનોને રૂ.૬ લાખની સ્‍કોલરશીપ વિતરણ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: ભાવનગરમાં  ઇન્‍દિરાબેન માનભાઈ ભટ્ટ પરિવારના આર્થિક સહયોગથી સતત ૨૬માં વર્ષે યોજાયેલ કન્‍યા કેળવણી સહાય કાર્યક્રમ અંતર્ગત લોક વિદ્યામંદિર થોરડી માં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન શાળાના ૧૦ તેજસ્‍વી વિદ્યાર્થીનીઓનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

ડો. ઓઝા તથા ઉદ્યોગપતિ  શબનમબેન કપાસી ના સાનિધ્‍યમાં યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે બહેનો માટે સૌંદર્ય પ્રસાધનની સ્‍પર્ધા યોજાઈ હતી જેમાં ઉત્તમ નમુના તૈયાર કરનાર ત્રણ શાળાને  અવનીબેન તથા પ્રીતિબેન દ્વારા અંજન સ્‍મળતિ એવોર્ડ થી પુરસ્‍કળત  કરવામાં આવેલ. આ પ્રસંગે નઈ તાલીમની શાળાઓના સાંસ્‍કળતિક વિકાસ માટે  ચાર શાળાઓને ૪૮ જોડીમાં વિવિધ પોશાકો પણ આપવામાં આવેલ. જતીનભાઈ ભટ્ટ એ દાતા શ્રી હીરાબેન ની સર્જન  પ્રવળત્તિની  પ્રેરણાત્‍મક વાત કરી વિદ્યાર્થીની બહેનોને  પ્રેરિત કર્યા હતા.

 કાંતિભાઈ  પરસાણા ના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમનું સંકલન  હિતેશભાઈ તથા મનસુખભાઈ વાળાએ કર્યું હતું . વિદ્યાર્થીઓની પરેડ તથા.ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમમાં ૫૦૦ થી વધુ નાગરિકો જોડાયા હતા.

(10:20 AM IST)