<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

સાંજે ભાડલામાં આત્‍માનંદ બાપુની મૂર્તિ પધરામણી અને કાલે ગુરૂપુનમ ઉત્‍સવ

શ્રી ગેલ માતાજી મંદિરથી શ્રી હકાબાપા આશ્રમ સુધી શોભાયાત્રા

રાજકોટ,તા.૦૯: ભાડલા ગામમાં આવેલ શ્રી હકાબાપા આશ્રમમાં આત્‍માનંદ બાપુની (૩×ર ફુટની) સાઇઝની આરસપાણની મૂર્તિ પધરાવવામાં આવશે. ભાડલામાં આવેલ શ્રી ગેલ માતાજીના મંદિરેથી મૂર્તિ ભાવ પધરામણી માટેની શોભાયાત્રા સાંજના ૬ થી ૭:૩૦ દરમિયાન ભાડલાની બજારમાં થઇને શ્રી હકાબાપા આશ્રમ સુધી યોજવામાં આવેલ છે.

આવતીકાલે દશમી જુલાઇના ગુરૂપૂર્ણિમાં છે. શ્રી હકાબાપા આશ્રમમાં પરમ પૂજય શ્રી હકાબાપા અને પૂજયશ્રી આત્‍માનંદ બાપુનું ગુરૂપૂજન સવારમાં ૯ થી શરૂ થશે. શ્રી ગુરૂપૂજન પછી બપોરના ૧૨:૩૦ થી મહાપ્રસાદ લેવાનું શરૂ થશે.

રાજકોટમાં વિજય પ્‍લોટ મેઇન રોડ ઉપર ૧૫/એ વિજય પ્‍લોટમાં આવેલ ગીતા ટેમ્‍પો સ્‍પેર્સ વાળા જગદીશભાઈ કારીયા તેમજ મુંબઇમાં રહેતા શ્રી ભાનુભાઈ મહેતાના પત્‍ની રશ્‍મિબેન મહેતા તેમજ ભાનુભાઈની દિકરીઓ. (૧) રાજલ (૨) નિયતી (૩) ફોરમ દ્વારા આયોજીત આ બે દિવસના કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

પૂજયશ્રી આત્‍માનંદ બાપુની મૂર્તિ બાપાના ભકત શ્રી રૂપશીભાઈ વાઘેલા અને તેમના ભાણેજશ્રી સુરેશભાઈ ચૌહાણે રાજસ્‍થાનમાં ઓર્ડર આપી બનાવરાવેલ છે. મામા ભાણેજ બન્ને સુરતમાં રહે છે. અને આત્‍માનંદ બાપુને ગુરૂ માને છે. ગુરૂપુનમ ઉત્‍સવના બે દિવસના આ ભવ્‍ય કાર્યક્રમમાં સહભાગી થવા અમદાવાદ, ગાંધીનગર, સુરત, પાટણ, ડિસા, કોલીવાડા, જસદણ, વિંછીયા, રાજકોટ વગેરે ગામોથી બાપાના ભકતો પધારનાર છે.

આ કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે આકાશવાણીના રિટાયર્ડ પ્રોગ્રામ ઓફીસર શ્રી ભાનુકુમાર મહેતાનો મો.નં.૯૩૨૦૩ ૧૬૭૮૯ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે

(10:17 AM IST)