<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

દીકરીના ભણતર મુદ્દે પત્‍ની સાથે બોલાચાલી કરી હત્‍યા કરનાર પતિની ગણતરીની કલાકોમાં જુનાગઢ ‘એ' ડિવીઝન પોલીસે ધરપકડ કરી

જુનાગઢ રેન્‍જ વડા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૯: જૂનાગઢના ભવનાથમાં દીકરીના ભણતરના મુદ્દે પત્‍ની સાથે બોલાચાલી કરી હત્‍યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જુનાગઢ ભવનાથ તળેટી વિસ્‍તારમા થયેલ મર્ડરના ગુન્‍હાના આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ ‘એ' ડિવીઝન પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ ભવનાથ વિસ્‍તારમાં મરણ જનાર મલુબેન રાજેશભાઇ ચાવડા તથા આરોપી રાજેશભાઇ દેસુરભાઇ ચાવડા બન્ને પતી-પત્‍ની થતા હોય અને બને પતી-પત્‍ની વચ્‍ચે છેલ્લા દોઢેક વર્ષથી અણ બનાવ હોય જેથી બન્ને વચ્‍ચે છુટાછેડા થઈ ગયેલ પરંતુ ફરીથી આ કામના આરોપીએ મરણ જનાર મલુબેન તથા તેની દિકરી કૂપાલીને ફોસલાવી પોતાના ઘરે પોતાની સાથે લઈ આવી અને ઘરે આવી સાહેદ કળપાલીબેનના ભણતર બાબતે આરોપીએ મરણ જનાર મલુબેન સાથે બોલાચાલી કરી આડેધડ ઢીકાપાટુ માર મારી તેમજ પેટના ભાગે પગ વડે લાતો મારી મરણજનાનું મોત નીપજાવી ગુન્‍હો કરેલ હોય જે બનાવ જુનાગઢ ભવનાથ પોલીસ સ્‍ટેશન ખાતે ફરીયાદ થઈ હતી.

જૂનાગઢ રેન્‍જ વડા પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાંજડીયાની સુચના તથા પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરા  તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાએ ઉપરોકત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્‍કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો.ઇન્‍સ આર.કે.પરમાર નાઓના સીધા માર્ગદશન હેઠળ એ ડીવી.પો.સ્‍ટે.ના ગુન્‍હા નિવારણ શાખાના પો.સબ.ઇન્‍સ વાય.એન.સોલંકી તથા ગુન્‍હા નીવારણ સ્‍કોડ નાઓએ મળેલ હકિકત આધારે ભવનાથ પો.સ્‍ટે.નો ઉપરોકત ગુન્‍હાનો પકડવાના બાકી આરોપીને જુનાગઢ સીવીલ હોસ્‍પીટલના ગેટ પાસેથી હસ્‍તગત કરી ભવનાથ પો.સ્‍ટે જુનાગઢને સદર આરોપીને સોપી આપેલ છે.

હસ્‍તગત કરેલ આરોપી રાજેશ દેસુરભાઇ ચાવડા ઉ.વ.૩૭ ધંધો-છુટક મજુરી રહે- નંદાણાગામ બસ સ્‍ટેશન પાસે તા.કલ્‍યાણપુર જી.દેવભુમી દ્વારકા હાલ રહે. જુનાગઢ ભવનાથ રૂપાયતન રોડની પૂછપરછ હાથ ધરી છે.

આ  કામગીરી એ.ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્‍સ વાય.એન.સોલંકી તથા એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા તથા પો.હેડ.કોન્‍સ તેજલબેન સિંધવ તથા નીતીનભાઇ હીરાણી તથા કલ્‍પેશભાઇ ચાવડા તથા જીગ્નેશભાઇ શુકલ તથા જયેશભાઇ કરમટા તથા વિક્રમભાઈ છેલાણા તથા અજયસિંહ ચુડાસમા તથા નરેન્‍દ્રભાઇ બાલસ તથા જુવાનભાઈ લાખણોત્રા તથા સાજીદખાન યુસુફખાન તથા શૈલેષભાઇ દવે નાઓએ સાથે રહીને કરેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:29 AM IST)