News of Wednesday, 9th July 2025
આતુરતાનો અંતઃ દ્વારકા કોરિડોરની સતાવાર જાહેરાત નરેન્દ્રભાઇ દ્વારા થશે
દ્વારકા, બેટ દ્વારકા અને જ્યોર્તિલિંગ નાગેશ્વર એમ ત્રણે ત્રિવેણી સંગમ જેવા સ્થાને એક સાથે ભૂમિ પૂજન થવાની પ્રબળ માન્યતાઃ ગેર કાયદે દબાણો દૂર કરવા તમામ તંત્રએ હાથ મિલાવ્યા, કોઈ દબાણમાં આવ્યા વગર કાર્યવાહી કરવા આદેશ અપાયા

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા.૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધાર્મિક રાજધાની, દ્વારકા નગરી, ભારતની શાશ્વત સાંસ્કળતિક ધરોહરનું જીવંત પ્રતિક છે. હવે આ પવિત્ર ધામનું આધુનિક રીતે રુપાંતર થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત માર્ગદર્શન હેઠળ દ્વારકા, નાગેશ્વર અને બેટ દ્વારકા માટે એકસાથે ભવ્ય કોરિડોર પ્રોજેક્ટ નિર્માણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
PMO તરફથી મળતી માહિતી અનુસાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભૂમિપુજન શ્રાવણ માસ કે જન્માષ્ટમી પૂર્વે પોતે વડાપ્રધાનશ્રીના હસ્તે થવાનું સંભવિત છે.
મુખ્ય હાઇલાઈટ્સ
બેટ દ્વારકા, દ્વારકા અને નાગેશ્વર - ત્રણેય પવિત્ર સ્થળે ભવ્ય કોરિડોરનું સમવાયપૂર્વક ભૂમિપુજન સંભવિત .
દ્વારકાધીશ મંદિર સુધીના ૫૬ પગલાંના પાવન માર્ગથી પ્રવેશ માટે અને ૧૦૦ મીટર temple square (first phase) ભવ્ય કોરિડોર - શ્રી કળષ્ણજીના જીવનદર્શને આધારે ડિઝાઇન
નાગેશ્વર મહાદેવ જ્યોર્તિલિંગ ખાતે ‘‘લાઈફ ઓફ શિવ'' થીમ આધારિત ધાર્મિક અને પ્રવાસી અનુભવ ક્ષેત્ર, મહાકાલ કોરિડોર જેવી ભવ્યતા
બેટ દ્વારકાને આધુનિક સાધનોથી સજ્જ પવિત્ર પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિશિષ્ટ યોજના
તાત્કાલિક કામગીરી અને દબાણ સામે ધડાકાપૂર્વક એક્શન
જાહેર રસ્તા અને રોડની માર્જિન વિના તેમજ બિલ્ડિંગ પ્લાન વગરના બાંધકામો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ
લારીગલ્લા, હોમસ્ટે અને હોટલો જે જાહેરમાર્ગ અથવા અધિકળત પ્લાન વિના ઊભા કરાયા છે - તેમને તોડી પાડવાનું કામ ઝડપથી આગળ વધશે
દ્વારકા મચ્છીપીઠ તથા અન્ય સેનસિટિવ વિસ્તારોમાં સફાય, પકડી-છાંટની કામગીરી યુદ્ધ સ્તરે ચાલુ
શાસનની દ્રઢતા - ‘‘દબાણ નહિ સહે'' ની સ્પષ્ટ વચનબદ્ધતા
SDM તથા કલેક્ટરશ્રી કોઈપણ રાજકીય કે સામાજિક દબાણ વિના, પૂર્ણપણે કાયદાના માળખા મુજબ કામગીરી .
ચીફ ઓફિસર તથા ટાઉન પ્લાનિંગ અધિકારી પણ સંપૂર્ણ એક્શન મોડમાં, સ્થળ પર દેખરેખ રાખી યોગ્ય કાર્યવાહી સુનિヘતિ.
આગામી ૨,૩ મહિના દરમિયાન દ્વારકા શહેરમાંથી તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો દ્રઢ સંકલ્પ
ટૂંક સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘‘દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ''ની સત્તાવાર જાહેરાત કરે એવી સંભાવના . આ ભવ્ય યોજના માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ધોરણની આધુનિક ટેકનિક અને ટૂરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસના નવા માપદંડો સ્થાપિત કરશે.
દ્વારકાને વિશ્વધર્મ, સંસ્કળતિ અને આધુનિક સંવેદનશીલતા સાથે ઊભું કરવાની દિશામાં આ પહેલ ઐતિહાસિક સિદ્ધ થવા જઈ રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
