<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

માણાવદરમાં ઠેરઠેર ગંદા પાણી સંગ્રહથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થામાં બેદરકારી જનતાને નડે છે વરસાદી પાણીનો ઝડપી નિકાલ નથી થતો

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૯: ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા માં બેદરકારી દાખવી હોયઆજે જ્‍યારથી ગટર યોજના બનાવી ત્‍યાર થી માણાવદર શહેર ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે દરરોજ ગટર ઉભરાવા અને ભરાય જવાની ફરિયાદો નોંધાઇ છે તેમજ  ભૂગર્ભ ગટરના ઢાંકણા ની કોઇ લેવલ જાળવવામાં આવ્‍યું ના હોય ઠેકઠેકણે ઉચા નીચા ઢાંકણા છે.

રિપેરિંગના લાખો રૂપિયા વાપર્યા છે છતાં પણ આમ જનતા માટે મુશ્‍કેલી સર્જાય છે ગટર વ્‍યવસ્‍થા બેકાર સાબિત થઈ છે ઉપર થી પીવાના પાણી ને ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાની આમ જનતા ની અનેક વિસ્‍તારો માં ફરિયાદ રહે છે જેનાથી પ્રજાજનો ના આરોગ્‍ય સાથે  ચેડાં થાય છે.

કોન્‍ટ્રાક્‍ટરે કોઇ લેવલ જાળવવા ધ્‍યાન રાખવું જોઈએ તે રાખ્‍યું નથી તેમ આમ જનતા ની ફરિયાદ છે જે ગટર વ્‍યવસ્‍થા માં પાણી ભરાવાની કાયમી ફરિયાદ છે ઠેક્‌ ઠેકાણે પાણી સંગ્રહ થાય અને ભયંકર ગંદકી દુર્ગંધ ફેલાય છે અને આરોગ્‍ય સાથે સીધા ચેડાં થાય છે. એક બાજુ સ્‍વસ્‍થતા જાળવો ની સરકાર ની વાતો કરે છે.

આ ગટર યોજના ની વીજીલન્‍સ તપાસ મુખ્‍ય મંત્રી શ્રી કરાવે તેમ આમ જનતા ની માંગ ઉઠવા પામી છે. તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્‍યો. હાલ વરસાદી પાણી નિકાલ માટે પ્રમુખ રોડ ઉપર પાલિકા સ્‍ટાફ સાથે રહી કામ કરાવે પણ અગાઉ ની વ્‍યવસ્‍થા બેકાર હોય મુશ્‍કેલી સર્જાય છે.

(11:50 AM IST)